• Gujarati News
  • એસ્સારના ૭૮ પૈસા ભાવવધારાની પિટિશનમાં ત્રણ સંગઠન જોડાશે

એસ્સારના ૭૮ પૈસા ભાવવધારાની પિટિશનમાં ત્રણ સંગઠન જોડાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

અમદાવાદ અને સુરત સિવાય ગુજરાતભરમાં વીજળી પૂરી પાડતી જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓ વતી વીજળી ખરીદતી ગુજરાત ઊર્જા‍ વિકાસ નિગમ લિમિટેડએ એસ્સાર સાથે એક હજાર મેગાવોટ વીજળી ખરીદવાનો ૨પ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર બાદ હવે એસ્સાર લિમિટેડએ ભાવમાં વધારો કરી આપવાની માંગ સાથે ગુજરાત વીજ નિયમન પંચમાં કરેલી પિટિશનમાં જોડાવા માટે જર્કે ત્રણ ગ્રાહક સંગઠનોને મંજૂરી આપી દીધી છે. અગાઉ એસ્સારે આ બધા સંગઠનોને જોડાવા દેવા માટેનો લોકલ સ્ટેન્ડાઈ ના હોવાનું કારણ આગળ ધરીને વિરોધ કર્યો હતો.

કન્ઝયુમર એજ્યુકેશન રિસર્ચ સોસાયટી, યુટીલિટી વેલ્ફેર એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતીને આ પિટિશનમાં જોડાવા મંજૂરી આપવામાં આવી છે અને એસ્સારને પોતાને ભાવવધારો શા માટે માંગ્યો છે તે પિટિશનની કોપી આ ત્રણેય સંગઠનોને પહોંચાડવાનો આદેશ કર્યો છે. પોતાનો જવાબ રજૂ કરવા માટે આ સંગઠનોને ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. એસ્સાર પાવર લિમિટેડ, ગુજરાતએ જીયુવીએનએલ સાથે યુનિટ દીઠ ૨.૪૦ રૂપિયાના ભાવે ૧૦૦૦ મેગાવોટ ૨પ વર્ષ સુધી આપવાનો કરાર કર્યો હતો. ૨૦૦૭માં થયેલા આ કરાર મુજબ વીજળી મળવાની શરૂઆત એપ્રિલ ૨૦૧૨થી થઈ હતી. આ કરાર થયો ત્યારે ચેન્જેબલ ટેરિફ અને નોન ચેન્જેબલ ટેરિફ બન્નેનો વિકલ્પ હતો, હવે એસ્સાર ટેરિફમાં સુધારો માંગે છે જે અયોગ્ય હોવાની પ્રાથમિક રજૂઆત ગ્રાહક સંગઠનોએ કરી છે. સીઈઆરએસએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે એસ્સારને ઉતાવળે ભાવવધારો આપી દેવાની જરૂર નથી અને જર્કે પણ આ અંગે કોઈ ઓ‌ર્ડ‌ર પાસ કરવાની ઉતાવળ કરવી જોઈએ નહિ‌.

-----જર્કે શકય તેટલા વધુ ગ્રાહક સંગઠનોને જોડાવાની મંજૂરી આપવી જોઈએ

એસ્સારના એડવોકેટએ જર્કમાં એવી દલીલ કરી હતી કે ગ્રાહક સંગઠનો જર્કની સુનાવણી અને ઓ‌ર્ડ‌રમાં મોડું કરવા માટે જોડાઈ રહ્યા છીએ અમે તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. મર્યાદિત ગ્રાહક સંગઠનોને પિટિશનમાં જોડાવા દેવાના જર્કના નિર્ણય સાથે પણ અમે સહમત નથી. તમામ ગ્રાહક સંગઠનો આ પિટિશન અને તેની ગ્રાહકો પર પડનારી સંભવિત અસરથી પરિચિત નથી અને જર્કે આ પિટિશન અંગે એસ્સારને અખબારોમાં જાહેરખબર આપવાની ફરજ પાડીને સામાન્ય ગ્રાહકોના વિચારો મંગાવવા જોઈએ.’ કે કે બજાજ, સીજીએમ, સીઈઆરએસ