• Gujarati News
  • ગરમીને કારણે ચૂંટણી ખર્ચની પેટર્ન બદલાઈ

ગરમીને કારણે ચૂંટણી ખર્ચની પેટર્ન બદલાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
ગરમીનો પારો ૪૦ ડિગ્રીની પાર પહોંચ્યો છે ત્યારે ચૂંટણી ખર્ચની પેટર્ન બદલાઈ છે. ચૂંટણી પંચની રૂપરેખા પ્રમાણે ચાના રૂ. ૭, કોફીના રૂ. ૧૦, નાસ્તાની એક પ્લેટના રૂ. ૧૭ અને ભોજનની થાળીના રૂ. ૪પથી ૬૪ની વચ્ચે ભાવ નક્કી કરાયા છે, પરંતુ ગરમીમાં પ્રચાર દરમિયાન કાર્યકરો ઠંડું પીણાં, છાશ કે શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે અને ભજિયાં કે ફાફડા-જલેબીના નાસ્તાને બદલે આઇસક્રીમ પસંદ કરી રહ્યા છે.
જોકે આની સાથે સાથે ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે ઠંડાં પીણાંની એક ૩૦૦ મિલીની બોટલ કે શેરડીના રસનો એક ગ્લાસ રૂ. ૧૦થી ઓછી કિંમતમાં મળતો નથી. જ્યારે મસાલા છાશની એક થેલીની કિંમત પણ એટલી જ છે. આઇસક્રીમનો એક કપ પણ રૂ.૧પથી ઓછી કિંમતનો નથી ત્યારે મઠો કેટલો મોંઘો છે તે સૌ કોઈ જાણે છે. આ સ્થિતિમાં ચૂંટણી કમિશન માટે પણ ઉમેદવારના ખર્ચ પર નજર કેવી રીતે રાખવી તે સવાલ છે, કારણ કે આ વસ્તુઓ કમિશને નક્કી કરેલી ખાણીપીણીની વસ્તુઓની યાદીમાં સામેલ નથી.