• Gujarati News
  • એએસઇના ત્રણ ડિરેક્ટરને હટાવવા સેબીનો આદેશ

એએસઇના ત્રણ ડિરેક્ટરને હટાવવા સેબીનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં હેમંતસિંહ ઝાલા સામે આર્થિ‌ક ગેરરિતીઓ અંગે થયેલા ગંભીર આક્ષેપોના મુદ્દે વ્યાપક તપાસ હાથ ધરવાની ભલામણ કરવા સાથે સેબીએ અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં હેમંતસિંહ ઝાલાને ડિરેક્ટર તરીકે કોઇપણ પોઝિશન લેવા સામે વધુ હુકમ ના થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં બે ડિરેક્ટ‌ર્સ કેયુર બી મહેતા અને કુશ બી શાહ સામે પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો છે. એક્સચેન્જને ઓડિટરની નિમણૂંક કરવા આદેશ
આપ્યો છે. આર્થિ‌ક વ્યવહારો સહિ‌તની તેની કામગીરીમાં સેબીના પૂર્ણ સમયના મેમ્બર પ્રશાંત શરને પણ આદેશ કર્યો છે કે, અમદાવાદ સ્ટોક એક્સચેન્જે ઇન્વેસ્ટર પ્રોટેકશન ફંડ અને ઇન્વેસ્ટર સર્વિ‌સ ફંડનો ઉપયોગ જ્યાં સુધી પુરતી ખાતરીઓ અને બેલેન્સને ધ્યાનમાં રાખીને સેબીને સંતોષ થાય નહિં ત્યાં સુધી કરવો નહિ‌.