• Gujarati News
  • વટવાના કારખાનામાંથી ત્રણ લાખની ચોરી

વટવાના કારખાનામાંથી ત્રણ લાખની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વટવાના કારખાનામાંથી ત્રણ લાખની ચોરી
અમદાવાદ સેટેલાઈટના આલાપ બંગલોઝમાં રહેતા દિલીપ શાહ વટવામાં આર.સી.ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવે છે. આ કારખાનાની ઓફિસમાંથી ગત પ એપ્રિલના રોજ મોડી રાતે કોઈ અજાણી વ્યક્તિએ ૮ મોબાઈલ ફોન તેમજ ૩.૨૪ લાખની રોકડ મળી કુલ ૩.૩૧ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયો હતો. જે અંગે વટવા પોલીસે ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરી છે.
અકસ્માતમાં યુવકનું મોત
અમદાવાદ નવા વાડજની અંબિકાનગર સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષી‍ય ફુલચંદ પાસી બુધવારના રોજ સાંજે સવા પાંચ વાગે પોતાના વ્હીકલ પર એસજી હાઈવેના સોલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહનચાલકે ફુલચંદના વાહનને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈ અંકિતભાઈ પાસીએ સોલા હાઈકો‌ર્ટ પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.