• Gujarati News
  • ((ઓકે))વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે પરેશ રાવલ ચૂંટણી પંચને જવાબ આપતા નથી ((હેડ))આચારસંહિ‌તા અધિકારી

((ઓકે))વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે પરેશ રાવલ ચૂંટણી પંચને જવાબ આપતા નથી ((હેડ))આચારસંહિ‌તા અધિકારીએ વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે નોટિસ આપી છતાં જવાબ રજૂ ન કર્યોશુક્રવારે આચારસંહિ‌તા અધિકારીએ પરેશ રાવલને જવાબ રજૂ કરવા માટે એક દિવસનો સમય આપ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
પાકિસ્તાન અંગે કરેલા એક વિવાદિત નિવેદન અંગે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર પરેશ રાવલને આચારસંહિ‌તા અધિકારીએ નોટિસ આપી ૨પમી સુધીમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો, પણ શુક્રવારે મુદત પૂરી થવા છતાં તેમણે જવાબ રજૂ કર્યો નહોતો. પરેશ રાવલ તરફથી તેમના પ્રતિનિધિએ આચારસંહિ‌તા અધિકારી સમક્ષ રજૂઆત કરતાં આખરે તેમણે પરેશ રાવલને જવાબ રજૂ કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે. ગત ૨૩મી એપ્રિલે પરેશ રાવલે એક આપત્તિજનક નિવેદન આપ્યું હતું, જેને ગંભીરતાથી લઈને આચારસંહિ‌તા અધિકારી ગોહિ‌લએ તેમને નોટિસ આપી હતી. પરેશ રાવલને આ નિવેદન અંગે પોતાનો પક્ષ રજૂ કરવા ૨પમી એપ્રિલ સુધીનો સમય અપાયો હતો, પણ શુક્રવાર સુધીમાં તેઓ આચારસંહિ‌તા અધિકારી સમક્ષ ખુલાસો કરી શક્યા નહોતા.
પરેશ રાવલ તરફથી હાજર રહેલા તેમના પ્રતિનિધિએ અધિકારી સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, પરેશ રાવલ અમદાવાદમાં ન હોવાથી તેઓ શુક્રવારની મર્યાદા સુધી પોતાનો જવાબ રજૂ કરી શક્યા નથી. આખરે આચારસંહિ‌તા અધિકારીએ આવતી કાલે એક દિવસનો વધુ સમય આપી જવાબ રજૂ કરી દેવા આદેશ કરી દીધો છે.