• Gujarati News
  • જીટીયુના જોબ ફેરમાં ૩૦ કંપનીઓ ૧૭૦ જોબ ઓફર કરશે

જીટીયુના જોબ ફેરમાં ૩૦ કંપનીઓ ૧૭૦ જોબ ઓફર કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ‌ટી ((જીટીયુ))ખાતે આગામી ૨૭મી એપ્રિલ, રવિવારે ડિપ્લોમા ફાર્મસી, માસ્ટર ઓફ ફાર્મસી, ડિગ્રી ફાર્મસીના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને સારી જોબ ઓફર કરવા માટે ફર્સ્ટ સેન્ટ્રલાઈઝડ જોબ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને દેશભરની અગ્રણી ૩૦ જેટલી ફાર્મા કંપનીઓ ફાર્મસીના આશરે પ૦૦થી વધુ વિદ્યાર્થીઓને ક્વોલિટી એસ્યોરન્સ, પ્રોડકશન, આરએન્ડ ડી, માર્કેટિંગ એન્ડ હોસ્પિટલ ફાર્મસી સહિ‌તના ક્ષેત્રની ૧૭૦ જેટલી વિવિધ પ્રકારની જોબ ઓફર કરવામાં આવનાર છે.

જીટીયુના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીટીયુ દ્વારા ડિપ્લોમા ફાર્મસી, ડિગ્રી ફાર્મસી, માસ્ટર ઓફ ફાર્મસીના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પાસેથી જોબ ફેર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અંતર્ગત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત આવેલી કુલ ૮૦૦ જેટલી અરજીમાંથી પ૦૦ જેટલા વિદ્યાર્થીઓને રવિવારે આયોજિત જોબ ફેર માટે બોલાવાયા છે.

ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન(( આઈડીએમએ)), ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી વિરાંચી શાહ આ જોબ ફેરનું રવિવારે ઉદઘાટન કરશે.

જીટીયુના આ જોબ ફેર અંતર્ગત જે ૧૭૦ જેટલી જોબ માટે ઈન્ટરવ્યૂ થવાના છે તેમાં ક્વોલિટી એસ્યોરન્સ ક્ષેત્રે ૨પ, પ્રોડકશન ક્ષેત્રે ૧૦, એફએન્ડ ડી અને આરએન્ડ ડી ક્ષેત્રે ૨૦, માર્કેટિંગ ક્ષેત્રે ૩પ, હોસ્પિટલ ફાર્મસી, કોમ્યુનિટી ક્ષેત્રે ૮૦ પોસ્ટ, ફાર્મસી ક્ષેત્રે ૮૦ પોસ્ટનો સમાવેશ થાય છે.

બોક્સ.૧

જીટીયુના ઉચ્ચ સત્તાવાળાઓ શું કહે છે?

ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓને યોગ્ય રોજગારીની તક મળી રહે, આ માટે પ્લેટફોર્મ આપવા માટે જીટીયુ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. મને અપેક્ષા છે કે આ જોબ ફેરનો લાભ લાયક અને મેરિટવાળા વિદ્યાર્થી‍ઓને મળી રહેશે.’

-ડો.અક્ષય અગ્રવાલ, કુલપતિ,જીટીયુ