• Gujarati News
  • ((મયંક)) ((ઓકે)) વસ્ત્રાપુર, મણિનગરમાં શોભાયાત્રામાં વૈષ્ણવો ઉમટયા ((હેડ))વલ્લભાચાર્યના પ૩૭મા પ્રાગ

((મયંક)) ((ઓકે)) વસ્ત્રાપુર, મણિનગરમાં શોભાયાત્રામાં વૈષ્ણવો ઉમટયા ((હેડ))વલ્લભાચાર્યના પ૩૭મા પ્રાગટયોત્સવની ઉજવણી ((પેટા))નરોડા બેઠક ખાતે વૈષ્ણવોની મોટી ભીડ ઊમટી પડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના આદ્યસ્થાપક જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ૩૭મા પ્રાગટયોત્સવની શુક્રવારે ચૈત્ર વદ અગિયારસના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે નરોડા બેઠક ઉપરાંત શહેરના અન્ય હવેલી મંદિરો ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન માટે ઊમટી પડયા હતા. વસ્ત્રાપુરની કલ્યાણ પુષ્ટિ હવેલી, નટવરલાલજીની હવેલી, વ્રજધામ, વલ્લભધામ સહિ‌તના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મણિનગર અને વસ્ત્રાપુર ખાતે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો.
નરોડા બેઠક ખાતે વલ્લભાચાર્યજીના પ્રાગટયોત્સવની ઉજવણી પ્રસંગે દર્શન માટે વૈષ્ણવોની લાંબી લાઇન જોવા મળી હતી. મણિનગર સ્થિત વલ્લભધામમાં પલના અને નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમજ વૈષ્ણવાચાર્ય રાજેશકુમારજીની નિશ્રામાં બેન્ડવાજા, ભજન મંડળીઓ સહિ‌ત શણગારેલી બગીમાં મહાપ્રભુજીને બિરાજમાન કરીને શોભાયાત્રા નિકાળાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. વસ્ત્રાપુર ખાતેની કલ્યાણ પુષ્ટિ હવેલીમાં શુક્રવારે સવારે મંગળા, શ્રૃંગાર, પલના, રાજભોગ, ફુલમંડળી દર્શન તથા તિલક આરતી કરવામાં આવી હતી. સાંજે ૪ કલાકે હવેલીથી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં ૯ હાથી, ૨ ઘોડા, પ શણગારેલી ઊંટગાડી, બેન્ડવાજા, શરણાઇ મંડળી જોડાઇ હતી. આ સાથે શોભાયાત્રામાં બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો ઠાકોરજીના વિવિધ સ્વરૂપ ધારણ કરીને જોડાયા હતા. મહાપ્રભુજી તેમજ શરણમરાજાની બગી સુંદર રીતે શણગારાઇ હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું.