• Gujarati News
  • પોલીસને ગેરમાર્ગે દોરનારા ડો. અમિત શાહને હાજર કરો’

પોલીસને ગેરમાર્ગે દોરનારા ડો. અમિત શાહને હાજર કરો’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદના ચર્ચાસ્પદ બીએમડબ્લ્યુ હિ‌ટ એન્ડ રન કેસના આરોપી અંગેની ખોટી માહિ‌તી આપવી તેમજ ખોટા પુરાવા ઊભા કરવાના કેસમાં જામીન પર મુક્ત થયેલા વિસ્મય શાહના પિતા ડો. અમિત શાહ ફોજદારી કો‌ર્ટ સમક્ષ અંદાજે ચાર માસ જેટલા સમયથી હાજર ન થતાં ફોજદારી કો‌ર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.આર.દવે આરોપી ડો. અમિત શાહને ૧૨મી જૂનના રોજ કો‌ર્ટમાં હાજર રાખવાનો આદેશ કર્યો છે.
વિસ્મય શાહને બચાવવા તેમજ પોલીસને તપાસમાં સહકાર ન આપવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે વિસ્મયના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ઘણા લાંબો સમય ફરાર રહ્યા બાદ ડો. અમિત શાહ ફોજદારી કો‌ર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જ્યાં કો‌ર્ટ તેમને કાયમી જામીન પર મુક્ત કર્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ ડો. અમિત શાહ ચાર માસ સુધી ફોજદારી કો‌ર્ટ સમક્ષ ઉપસ્થિત થયા ન હતા. જેના અનુંસધાને ગુરુવારે સમગ્ર મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એકવાર ડો. અમિત શાહ કો‌ર્ટ સમક્ષ હાજર ન રહેતા ફોજદારી કો‌ર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી.