• Gujarati News
  • મણિનગરમાં ચેઇન સ્નેચરોને લોકોએ પકડયાૃચ્ ’અમદાવાદ મણિનગરના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બુધવારે રા

મણિનગરમાં ચેઇન સ્નેચરોને લોકોએ પકડયાૃચ્/’અમદાવાદ મણિનગરના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બુધવારે રાતે ઇસનપુરનાં હીનાબહેન શાહ બુધવારે રાતે કૃષ્ણનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બાઇક લઈને આવેલા મહંમદ જાવેદ શેખ ((દરિયાપુર)) અને મહંમદ ઇશરાજ અંસારી ((કારંજ)) તેમના ગળામાંથી અછોડો તોડી ફરાર થઈ ગયાં હતાં. હીનાબહેને ચોર ચોર’ બૂમો પાડતાં રાહદારીઓએ બાઇકસવાર ચેઇનસ્નેચ‌ર્સને પકડી લીધા હતા. લોકોએ બંનેને મેથીપાક ચખાડી મણિનગર પોલીસને સોંપ્યા હતા. તેમણે મણિનગરમાં જ પાંચ ચેઇનસ્નેચિંગના ગુના કબૂલ્યા હતા.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

મણિનગરના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બુધવારે રાતે મહિ‌લાનો અછોડો તોડતા બે ચેઇનસ્નેચર રંગે હાથ ઝડપાયા હતા. લોકોએ બંનેને મેથીપાક ચખાડી મણિનગર પોલીસને સોંપ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેમણે મણિનગરમાં જ પાંચ ચેઇનસ્નેચિંગના ગુના કબૂલ્યા હતા.

ઇસનપુરનાં ૩૪ વર્ષીય હીનાબહેન મિતેશભાઈ શાહ બુધવારે રાતે ટુ-વ્હીલર પર મણિનગરના કૃષ્ણનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બાઇક લઈને આવેલા બે ચેઇનસ્નેચર તેમના ગળામાં પહેરેલો સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયાં હતાં. જોકે હીનાબહેને ચોર ચોર’ બૂમો પાડતાં રાહદારીઓએ બાઇકસવાર ચેઇનસ્નેચ‌ર્સનો પીછો કર્યો હતો, જે દરમિયાન બાઇક સ્લીપ થતાં મહંમદ જાવેદ શેખ ((દરિયાપુર)) અને મહંમદ ઇશરાજ અંસારી ((કારંજ)) લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યાર બાદ હાજર ટોળાએ તેમને સબક શીખવાડી મણિનગર પોલીસને હવાલે કરી દીધો હતો.

મણિનગર પોલીસમથકના પીએસઆઈ એન. ડી. ચૌધરીના જણાવ્યાનુસાર, લોકોના હાથે ઝડપાયેલા બંને ચેઇનસ્નેચર વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. બંનેએ મણિનગરમાં જ પાંચ ચેઇનસ્નેચિંગના ગુના કબૂલ્યા છે.