• Gujarati News
  • પ્રકાશ પંકજ સોનીની હત્યા લૂંટ કેસમાં પકડાયેલી ગેંગના વોન્ટેડ

પ્રકાશ-પંકજ સોનીની હત્યા-લૂંટ કેસમાં પકડાયેલી ગેંગના વોન્ટેડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
પ્રકાશ અને પંકજ સોની તથા સીજી રોડના સોનીઓ પાસેથી ખંડણીઓ વસૂલવામાં પકડાયેલી મધ્યપ્રદેશની ગેંગના સભ્યોની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખૂલી છે.
આ ઉપરાંત સુરતમાં એક તબીબના પત્નીની હત્યા અને લૂંટનો પણ પ્લાન બનાવાયો હતો. આ તબીબ તેના ક્લિનિકે જાય અને ઘરે તેમની પત્ની એકલી હોય ત્યારે તેની હત્યા કરી રૂ. ૧પ લાખ લૂંટવાની યોજના ઘડી હોવાની વિગતો બહાર આવી છે. બીજી તરફ વોન્ટેડ ગેંગ લીડર વિશાલના એક પરિચિતના ખાતામાં ખંડણીના રૂ. ૨પ લાખના ટ્રાન્ઝેક્શન થયાં હોવાના બેંક દસ્તાવેજો પણ ક્રાઇમ બ્રાંચે કબજે લીધા છે.
ક્રાઇમ બ્રાંચે પકડેલા વિનયસિંહ પરમારના ભાઈ અને પિતા સુરતમાં રહેતા હતા. થોડા સમય અગાઉ ત્યાં દૂધ આપવા આવતા સલમાન નામના ફેરિયા સાથે વિનયનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ સલમાન અને વિનય બંને મિત્રો બન્યા હતા.
એક વાર સલમાને રૂ.૧પ લાખનું કામ અપાવવાની ખાતરી આપી હતી, જે મુજબ સુરતના એક તબીબ ક્લિનિકે જાય ત્યારે તેમની પત્નીની હત્યા કરી લૂંટ કરવાનો પ્લાન હતો. જોકે હવે ક્રાઇમ બ્રાંચના સકંજામાં વિનય આવી જતા આ પ્લાન નિષ્ફળ ગયો છે. જ્યારે તેના પિતા અને ભાઈ સુરત છોડી પલાયન થઈ ગયા હતા.