• Gujarati News
  • દિલીપ સંઘાણીને ૧ મે સુધીની મહેતલ મળીૃચ્ ’અમદાવાદ ન્યાયાધીશો વિરુદ્ધ અપમાનજનક ઉચ્ચારણો કરવાના

દિલીપ સંઘાણીને ૧ મે સુધીની મહેતલ મળીૃચ્/’અમદાવાદ ન્યાયાધીશો વિરુદ્ધ અપમાનજનક ઉચ્ચારણો કરવાના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ કાયદાપ્રધાન દિલીપ સંઘાણી ગુરુવારે વધુ એક વાર ગુજરાત હાઈકો‌ર્ટના જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ આર. પી. ધોલરિયાની ખંડપીઠ સમક્ષ રૂબરૂ હાજર થયા હતા, જેમાં તેમણે પોતાનો જવાબ રજૂ કરવા સમય માગતા કો‌ર્ટે તેમને ૧ મે સુધીનો સમય આપ્યો હતો. ગત ગુરુવારે પણ સંઘાણીએ કો‌ર્ટ સમક્ષ સમય માગતા ખંડપીઠે સંઘાણીને ૨૪ એપ્રિલ સુધીમાં લેખિત જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. જોકે ફરી એક વાર સમયની માગ કરાતા કો‌ર્ટે પહેલી મે સુધીનો સમય આપ્યો હતો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ન્યાયાધીશો વિરુદ્ધ અપમાનજનક ઉચ્ચારણો કરવાના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ કાયદાપ્રધાન દિલીપ સંઘાણી ગુરુવારે વધુ એક વાર ગુજરાત હાઈકો‌ર્ટના જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ આર. પી. ધોલરિયાની ખંડપીઠ સમક્ષ રૂબરૂ હાજર થયા હતા, જેમાં તેમણે પોતાનો જવાબ રજૂ કરવા સમય માગતા કો‌ર્ટે તેમને ૧ મે સુધીનો સમય આપ્યો હતો.
ગત ગુરુવારે પણ સંઘાણીએ કો‌ર્ટ સમક્ષ પોતાનો જવાબ સરકારી રેકો‌ર્ડ‌ પરથી રજૂ કરવો છે તેમ કહી સમય માગ્યો હતો, જેથી ખંડપીઠે સંઘાણીને ૨૪ એપ્રિલ સુધીમાં લેખિત જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. જોકે ફરી એક વાર સમયની માગ કરાતા કો‌ર્ટે પહેલી મે સુધીનો સમય આપ્યો હતો.
૨૦૧૨માં બીજી જૂને જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, અધિકારીની બદલી ક્યાં કરવી તેની સત્તા સરકારને છે. અદાલતોએ તેમાં દખલગીરી કરવી ન જોઈએ.’ ત્યાર બાદ સંઘાણી સામે કો‌ર્ટના તિરસ્કાર બદલ પગલા લેવા અરજી કરાઈ હતી.