• Gujarati News
  • @ઓનલાઇન ફોર્મ માર્ચના ત્રીજા ચોથા સપ્તાહમાં ભરાશે

@ઓનલાઇન ફોર્મ માર્ચના ત્રીજા-ચોથા સપ્તાહમાં ભરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
મેડિકલ-પેરામેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આગામી ૨૭ એપ્રિલે યોજાવાની હતી. પરંતુ આગામી ૩૦ એપ્રિલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું હોવાથી હવે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બો‌ર્ડે‌ ગુજકેટની પરીક્ષા આગામી ૮ મેના રોજ લેવાની જાહેરાત કરી છે.
અગાઉ રાજ્ય શિક્ષણ બો‌ર્ડે‌ ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે યોજાશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ પણ આદરાઈ હતી. દરમિયાનમાં કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ૩૦ એપ્રિલની તારીખ જાહેર કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બો‌ર્ડે‌ હવે ગુજકેટની પરીક્ષા આાગમી ૮ મે, ૨૦૧૪ના રોજ લેવાની જાહેરાત કરી છે. આ પરીક્ષા માટેના ફોર્મ હજી ભરાવાના ... અનુસંધાન પાના નં. ૧૧

બાકી છે, પરંતુ તેમાં આશરે ૪૦ હજાર વિદ્યાર્થી ભાગ લે તેવી શકયતા છે. જો કે, પરીક્ષા ફોર્મ નિયમિત વિદ્યાર્થીઓએ તેમની સ્કૂલમાં જ ભરવાના રહેશે.
રાજય બહારના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે
ગુજરાતના અભ્યાસ કરતા ગુજરાત શિક્ષણ બો‌ર્ડ‌ની સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત સીબીએસઇ સહિ‌ત અન્ય બો‌ર્ડ‌ના વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. રાજય બહારની સ્કૂલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. ફોર્મ માર્ચના ત્રીજા અથવા ચોથા સાહમાં ભરાય તેવી શકયતા છે. આ માટેની બુકલેટ જાહેર કરાશે અને બુકલેટ વિદ્યાર્થીઓએ મેળવીને પછી ઓનલાઇન ફોર્મ ભરવાના પડશે તેવી વ્યવસ્થા કરવાનું હાલમાં વિચારાઇ રહ્યુ છે.
માર્ચના ત્રીજા-ચોથા સાહમાં બુકલેટ મળશે
ગુજકેટ લેવાની તારીખ ૨૭ એપ્રિલથી બદલીને તા. ૮ મે કરાઈ છે. આ માટેના ઓનલાઇન ફોર્મ અને બુકલેટ માર્ચના ત્રીજા અને ચોથા સાહમા લેવાશે.
- વી .જે. વાળંદ, પરીક્ષા સચિવ