• Gujarati News
  • નીતિન પટેલને મહેસાણા, સૌરભ પટેલને વડોદરા બેઠકના વાલી’ બનાવાયા

નીતિન પટેલને મહેસાણા, સૌરભ પટેલને વડોદરા બેઠકના વાલી’ બનાવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં વિવિધ બેઠકો ઉપર ઉમેદવારોને જીતાડવાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી રહી છે. હાલ ભાજપ દ્વારા મંત્રી નીતિન પટેલને મહેસાણા અને સૌરભ પટેલને વડોદરા બેઠકના વાલી ((ગાર્ડીયન)) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આગામી દિવસોમાં અન્ય મંત્રીઓને પણ તેમના વિસ્તારની બેઠકોની જવાબદારી સોંપવામાં આવનાર છે. આ મંત્રીઓએ તેમના વિસ્તારમાં સંગઠનથી લઇને તમામ પ્રકારના પ્રચાર સહિ‌તની કામગીરી બજાવવાની રહેશે. બેઠકમાં ભાજપના વિવિધ કાર્યકર જૂથો વચ્ચે આંતરિક સંકલન, પ્રચાર, સમાજો સાથે સંકલન વગેરે બાબતો જોવાની રહેશે.
સૂત્રોમાંથી મળતી માહિ‌તી પ્રમાણે ભાજપ દ્વારા કોઇ બેઠક નબળી ન રહે અને ચૂંટણી વખતે કાર્યકરો ખંતથી કામ કરે અને તેમને માર્ગદર્શન મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મંત્રીઓને ચૂંટણી નહીં લડાવાય તેમને તેમના વિસ્તારની બેઠકના વાલી બનાવાશે.
મહેસાણાની જવાબદારી મને સોંપાઇ છે: નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પક્ષ પ્રમુખ આર.સી. ફળદુ દ્વારા મહેસાણા બેઠકના વાલી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કાર્યકરોને માર્ગદર્શનથી લઇને પ્રચાર સહિ‌તની જવાબદારી સોંપવામાં આવી છે.