• Gujarati News
  • ઓકે...વિઠ્ઠલ રાદડિયાએ કરજણ ટોલટેક્સ પર કરેલી ધમાલ સરકાર ભૂલી ગઈૃચ્ ’કેજરીવાલે ટોલટેક્સ ન ભર્યો હ

ઓકે...વિઠ્ઠલ રાદડિયાએ કરજણ ટોલટેક્સ પર કરેલી ધમાલ સરકાર ભૂલી ગઈૃચ્/’કેજરીવાલે ટોલટેક્સ ન ભર્યો હોવાના મુદ્દે આપ’નો પ્રશ્નૃચ્/’હુમલા પછી પોલીસ એસ્કોટિગને કારણે ટોલટેક્સ ભરાયો નહોતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ગુજરાતના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટોલટેક્સ ભર્યો ન હોવાનો આક્ષેપ ભાજપ સરકારે કર્યો હતો, જેના પ્રત્યુત્તરરૂપે આપ’ના ગુજરાત એકમે સરકારને વિઠ્ઠલ રાદડિયાએ કરજણ ટોલટેક્સ પર કરેલી ધમાલ યાદ અપાવી હતી.
ટોલટેક્સ મુદ્દે ભાજપ સરકારે કરેલા આક્ષેપ અંગે આપ’ ગુજરાતના સંયોજક સુખદેવ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર આ વાતને ખોટી રીતે ઈશ્યૂ બનાવી રહી છે. કરજણ ટોલટેક્સ પર વિઠ્ઠલ રાદડિયાએ ધિંગાણું કર્યું હતું અને રાદડિયા અત્યારે ભાજપમાં જોડાયા છે. ભાજપ સરકાર તેમની વિરુદ્ધ કેમ કોઈ પગલાં નથી લેતી? અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે પહેલા દિવસે તમામ ટોલબૂથ પર ટેક્સ ભરાયો હતો, પરંતુ રાધનપુર પાસે હુમલો થયા બાદ તેમની કારને પોલીસની બે જીપ આગળપાછળ રહીને એસ્કો‌ર્ટ કરી રહી હતી. આથી ટોલટેક્સ ભરી શકાયો નહોતો. તેમણે ઉમેર્યું હતું કે કેજરીવાલે મુખ્યમંત્રીને પૂછેલા ૧૬ પ્રશ્નના ઉત્તર આપવાની રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલ હિંમત દાખવી શકતા નથી, એટલે ટોલટેક્સના મુદ્દેનો મોટો ઇશ્યૂ બનાવી રહ્યા છે.