• Gujarati News
  • ઓકે...વિચરીત મહિ‌લાના અસ્થિરપણાનો લાભ લઈ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીદસ દિવસથી રસ્તે ફરતી મહિ‌લા

ઓકે...વિચરીત મહિ‌લાના અસ્થિરપણાનો લાભ લઈ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીદસ દિવસથી રસ્તે ફરતી મહિ‌લાને પોલીસ અને સંસ્થાએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીસારવાર ચાલુ કરતા પાંચ મહિ‌ના પહેલાં મિસ ડિલિવરી થઈ હોવાનું જણાતાં પોલીસ ફરિયાદચાંદખેડામાં ફરતી મહિ‌લાને પોલીસ અને સંસ્થાએ સિવિલમાં દાખલ કરી હતીચાંદખેડામાં ફરતી મહિ‌લાને પોલીસ અને સંસ્થાએ સિવિલમાં દાખલ કરી હતીમહિ‌લાને પોલીસ અને સંસ્થાએ સિવિલમાં દાખલ કરી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ચાંદખેડામાં વિચરીત મહિ‌લાના અસ્થિરપણાનો લાભ લઈ અજાણ્યા હવસખોરે તેની પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ચાંદખેડા સ્થિત મોટેરા ગામથી રિંગ રોડ તરફ છેલ્લા દસ દિવસથી એક વિચરીત મહિ‌લા અસ્થિર મગજની બીમાર સ્થિતિમાં મળી હતી. સ્થાનિક સંસ્થાએ ચાંદખેડા પીઆઈ એમ.યુ. મસીના ધ્યાને આ હકીકત મૂકતા મહિ‌લાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તબિયત વધુ લથડતાં તેને સિવિલમાં દાખલ કરાઈ હતી. સારવાર ચાલુ થયા બાદ તેની તબીબી તપાસમાં તે થોડા સમય પહેલાં ગર્ભવતી બની હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પાંચ માસનો ગર્ભની મિસ ડિલિવરી થઈ હોવાનું તબીબોએ રિપો‌ર્ટ આપ્યો હતો. જેના આધારે પીએસઆઈ પી.સી. દેસાઈએ અજાણ્યા યુવક સામે દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધ્યો હતો.
ચાંદખેડાના પીઆઈ એમ.યુ. મસીના જણાવ્યાનુસાર, દસ દિવસથી મહિ‌લા બીમાર હાલતમાં હતી. માનસિ‌ક અસ્થિર મહિ‌લાને સારવાર માટે દાખલ કરાઈ ત્યારે તેની પર દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. કદાચ એવું બને કે મહિ‌લા પર દુષ્કર્મ થતાં તે અસ્થિર બની હોય.