• Gujarati News
  • ઓકે...ઇન્ડિગોની કર્મચારીના મત્યુ કેસમાં આઈપીએસ અધિકારીના પુત્રની ભૂમિકા((ટોપી))હિ‌ટ એન્ડ રન કેસમ

ઓકે...ઇન્ડિગોની કર્મચારીના મત્યુ કેસમાં આઈપીએસ અધિકારીના પુત્રની ભૂમિકા((ટોપી))હિ‌ટ એન્ડ રન કેસમાં ત્રણ વર્ષ પછી રિઈન્વેસ્ટીગેશનનો હુકમ((હેડીંગ))

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
૨૦૧૧માં ૧૦મી ઓક્ટોબરે અમદાવાદ એરપો‌ર્ટ નજીક ઇન્ડિગો એરલાઈન્સમાં ફરજ બજાવતી બી. જી. પટેલ નામની યુવતીનું બેફામગતિએ દોડતી કારે જીવલેણ ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં સિનિયર આઈપીએસ અધિકારીના પુત્રના દબાણ અને સંડોવણીને કારણે શાહીબાગ પોલીસને તપાસમાં છીંડાં રાખ્યાં હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ મૃતક કર્મચારીના પિતા અજય પટેલે કરતા કો‌ર્ટે શાહીબાગ પોલીસને ફેરતપાસના હુકમ કરી વીસ દિવસમાં કો‌ર્ટને તેની જાણ કરવા ફરમાન કર્યુ છે.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે અકસ્માત બાદ ઘટના સ્થળે આરોપી અધિરાજ ચાવડાનો મિત્ર અને આઈપીએસ અધિકારીનો પુત્ર રણવીર સિદ્ધરાજસિંહ ભાટી આવ્યો હતો, જેણે અધિરાજને સ્થળ પરથી રવાના કરી દીધો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત બી. જી.ને નજીકની એપોલો હોસ્પિટલમાં લઈ જવાને બદલે ચંદ્રમણિ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આમ સારવારમાં વિલંબ થયો હતો.
મૃતકના પિતાએ ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસ હોવાનું જણાવતા કહ્યું છે કે, પુત્રીને ન્યાય મળશે એ જ તેને સાચી શ્રદ્ધાંજલિ હશે.