• Gujarati News
  • ચૂંટણી પંચે રાજ્યના ૪૪ને ગેરલાયક ઠેરવ્યા

ચૂંટણી પંચે રાજ્યના ૪૪ને ગેરલાયક ઠેરવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પંચે રાજ્યના ૪૪ને ગેરલાયક ઠેરવ્યા
ગાંધીનગરકેન્દ્રિ‌ય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે રાજ્યના ૪૪ જેટલા લોકોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. અગાઉ ચૂંટણીમાં ઉભા રહ્યા બાદ પંચના નિયમો અને સૂચનાઓનું પાલન નહીં કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા તેમને ગેરલાયક ઠેરવાયા છે. જેમાં ૨૨ ઉમેદવારો દ્વારા વિધાનસભામાં અને ૨૨ ઉમેદવારો દ્વારા લોકસભા ચૂંટણીમાં પંચના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. પંચ દ્વારા આ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, તેમાં પ્રતિષ્ઠિ‌ત રાજકીય પક્ષો કે નામાંકિત નેતાઓના નામ નથી.