• Gujarati News
  • સહસરકાર્યવાહ કે. સી. કન્નને સ્વેચ્છાએ સંઘની જવાબદારી ત્યાગી છે: સંઘ

સહસરકાર્યવાહ કે. સી. કન્નને સ્વેચ્છાએ સંઘની જવાબદારી ત્યાગી છે: સંઘ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ કે સી કન્નને સંઘમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની બાબતે સંઘ તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરાઈ છે કે, કન્નને પોતે સંઘની જવાબદારીઓમાંથી મુક્ત થવાની વિનંતી કરી હોવાથી તેમની આ વિનંતી ગ્રાહ્ય રખાઈ હતી, જેની જાહેરાત બેંગલુરૂ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં કરાઈ હતી અને તેમને સંઘમાંથી દૂર કરાયા હોવાના અહેવાલો તદ્દન ખોટા અને સંઘની છબિને ખરડવાના ઈરાદે ફેલાવાયા છે.
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડૉ. મનમોહન વૈદ્યએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કે સી કન્નનને સંઘની તેમની જવાબદારીઓમાંથી દૂર કરાયા અને તેની પાછળ કેટલાક વાંધાજનક કારણો હતા, તેવા સમાચાર બદ્ઈરાદાઓ પ્રેરિત છે. કન્નનને તેમની પોતાની વિનંતીના પગલે મુક્ત કરાયા છે, કાઢવામાં આવ્યા નથી. ઊલટાનું તેમણે તો નવેમ્બર ૨૦૧૩માં જ આવી વિનંતી કરેલી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક સૂત્રોને ટાંકીને એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે કે.સી. કન્નનને એક મહિ‌લા સાથે સંબંધો હોવાના કારણે તેમને સંઘમાંથી દૂર કરવામાં આવ્યા છે.