• Gujarati News
  • દિવસે ગરમી અને સાંજે ઠંડકની ડબલ સિઝનનો અનુભવ

દિવસે ગરમી અને સાંજે ઠંડકની ડબલ સિઝનનો અનુભવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ, અમદાવાદ

રાજયમાં અપર એર સરકયુલેશનની અસરો ઘટતાં લોઅર લેવલે ઉત્તર-પુર્વીય પવનો શરુ થયાં છે. જેને પગલે શહેરનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધવા છતાં દિવસે ગરમી અને સાંજ પડતાં ઠંડકનું પ્રમામ વધતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કઞ્તાં એક ડિગ્રી ઘટીને ૩૪.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૯.૨ ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૩૩ ટકા અને સાંજે પ.૩૦ કલાકે ૨પ ટકાએ પહોંચ્યું હતું. જેને પગલે શહેરમાં વહેલી સવારે ઠંડા પવનોનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ, બપોરનાં ૧૨.૦૦ વાગ્યાં પચી ગરમીમાં વધારો થયો હતો તેમજ સાંજનાં ૭.૦૦ વાગ્યા બાદ વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જયારે અમદાવાદ ઉપરાંત રાજયનાં મોટાભાગનાં શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૪થી ૧૮ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. રાજયનું મહુવા ૩૬.૮ અને અમરેલી ૩૬.૪ ડિગ્રી સાથે રાજયનાં સૌથી ગરમ શહેર સાબિત થયાં હતા. જયારે રાજયનાં સુરતમાં ૨૧.પ, ઓખામાં ૨૨.૧ અને વેરાવળમાં ૨૦.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.