• Gujarati News
  • ઓઓ)): હેડિંગ: ભાજપમાં ટોચના નેતાઓના આક્રોશના પગલે ભરતી મેળો બંધ કરાયોૃચ્ ’કેપ: કોંગ્રેસીઓના અતિક્

ઓઓ)):-હેડિંગ: ભાજપમાં ટોચના નેતાઓના આક્રોશના પગલે ભરતી મેળો બંધ કરાયોૃચ્/’કેપ: કોંગ્રેસીઓના અતિક્રમણથી ભાજપ પોતાનું સમતુલન ગૂમાવી બેસે તેવો ભયૃચ્/’સબ હેડિંગ: કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ નહીં ફાળવવા પણ પ્રદેશ નેતાગીરી પર દબાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કમર તોડી નાંખવાના રાજકીય ઇરાદાથી ભાજપ દ્વારા ચાલુ કરાયેલા ભરતી મેળામાં કોંગ્રેસના અનેક નેતાઓ ટિકિટ મેળવવાના આશયથી ભાજપમાં જોડાયા છે પરંતુ ભાજપના આ પગલાંને કારણે પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થઇ ગયો છે. જેના પગલે કોંગ્રેસને તોડવા મથતા ભાજપનું જ સમતુલન ખોરવાય તેવો ઘાટ સર્જા‍યો છે. આ સ્થિતિને પામી જઇને ભાજપે તાત્કાલિક ભરતી અભિયાન બંધ કર્યુ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને લોકસભા ટિકિટ ફાળવવામાં પણ હવે ભાજપ ખચકાઇ રહ્યું છે.
ભાજપના એક ટોચના નેતાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે બધા અઢી-ત્રણ દાયકાથી પાર્ટીમાં વફાદારીથી કામ કરી આ મુકામ ઉપર પહોંચ્યા છીએ. બીજીતરફ પોતાની પાર્ટી સાથે દગો કરીને લાભ ખાટવાના ઇરાદાથી જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ હવે અમારી બરોબરી કરવા લાગ્યા છે. આ વાત અમે સાફ શબ્દોમાં જણાવી દીધી છે. આ વાતથી મોદી પણ વાકેફ છે.
બીજીતરફ પાર્ટી દ્વારા ટિકિટની વહેંચણીમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન અપાય તો ભાજપના નેતાઓ દ્વારા બળવો થવાની શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે. મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર છે ત્યારે પોતાના જ ઘર એવા ગુજરાત ભાજપમાં બળવાની સ્થિતિ કોઇપણ સંજોગોમાં ઊભા થાય તેવું ઇચ્છતા નથી. જેથી વચન આપ્યું હોવા છતાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ મળે તેવી શક્યતા હાલના સંજોગોમાં જણાતી નથી.
બોક્સ:૧: કોંગ્રેસમાંથી આવેલા નેતા હવે ભાજપનો જ હિ‌સ્સો છે: રૂપાણી
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ હવે ભાજપનો જ હિ‌સ્સો છે અમે તેમને અલગ ગણતા નથી. કે આ બાબતે પાર્ટીમાં કોઇ અસંતોષ પણ નથી. ટિકિટ ફાળવણીમાં અમે કાર્યકરોનો સૂર સાંભળીને જ નિર્ણય લેવાના છીએ. અમારા કાર્યકરોએ સૂચન કર્યુ હશે તેને ટિકિટ મળશે.
બોક્સ:૨: મોદી ગુજરાતમાંથી પણ ઉમેદવારી કરશે
વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની વારાસણી બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોવાની વ્યક્ત થઇ રહેલી સંભાવનાઓ વચ્ચે મોદી ગુજરાતની પણ એક બેઠક ઉપરથી ઉમેદવારી કરશે તેવી શક્યતા પ્રબળ બની છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીને ચૂંટણી લડાવવાની લાગણી વ્યક્ત થઇ છે. જોકે, તેમની અને અડવાણીની બેઠકનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ દ્વારા જ લેવાશે. રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ માટે પણ કાર્યકરો દ્વારા નામ સૂચવવામાં આવ્યા છે. પણ હાલ અમે કોઇના નામ ફાઇનલ કર્યા નથી.
બોક્સ:૩: હોળી પછી પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ની બીજી બેઠક મળશે
ભાજપ દ્વારા તાજેતરમાં યોજાયેલી પ્રદેશ પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ની બેઠકમાં તમામ ૨૬ સીટોનું રાજકીય વિશ્લેષણ કરવામાં આવ્યું છે પરંતુ પ્રદેશ નેતાગીરી દ્વારા ઉમેદવારોની યાદી આખરી કરવામાં આવી નથી. હોળી પછી પ્રદેશ પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ની બીજી બેઠક મળશે જેમાં યાદી આખરી કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ને મોકલી આપવામાં આવશે.