• Gujarati News
  • કસાઈઓએ ગૌરક્ષક પર પિકઅપ કારનું ટાયર ચઢાવ્યું

કસાઈઓએ ગૌરક્ષક પર પિકઅપ કારનું ટાયર ચઢાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ઓઢવમાં બુધવારે રાતે ગૌમાંસ લઈને જતા કસાઈઓએ પિકઅપ વાનથી ગૌરક્ષકોને અડફેટે લેતાં એક ગૌરક્ષક પર ટાયર ફરી વળ્યું હતું જેથી તેને તાત્કાલિક વાડીલાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડા હતા.
રખિયાલ તરફથી ગૌમાંસનો જથ્થો આવવાનો હોવાની બાતમીના આધારે ગૌરક્ષક દળના કાર્યકરો બુધવારે ઓઢવના અંબિકાનગર પાસે વોચ ગોઠવીને બેઠા હતા. રાતે ૧૦ વાગે રખિયાલ તરફથી નંબર પ્લેટ વગરની મહિ‌ન્દ્રા પિકઅપ વાન આવતી જોઈ ગૌરક્ષકોના કાર્યકરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પિકઅપ વાન ચલાવતા કસાઈએ વાનથી ગૌરક્ષકોની ઉપર ચડાવી દીધી હતી, જેમાં મનીષ રાવલ નામના ગૌરક્ષકના પગ પર પિકઅપ વાનનું ટાયર ફરી વળતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.