• Gujarati News
  • ઇદરફ કોરિડોરમાં વેગનઆરે ૪ને ફંગોળ્યા બાળકીનું મોત

ઇદરફ કોરિડોરમાં વેગનઆરે ૪ને ફંગોળ્યા બાળકીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇદરફ કોરિડોરમાં વેગનઆરે ૪ને ફંગોળ્યા બાળકીનું મોત
અમદાવાદ નરોડા સ્થિત કૃષ્ણનગર હાઉસિંગ બો‌ર્ડ‌માં રહેતા ભાનુબેન પટેલ ((ઉં.૬૦)) તેમની પુત્રવધૂ રૂપલબેન પટેલ ((ઉં.૨પ)) અને આઠ વર્ષની દીકરી દ્રષ્ટિ અને આઠ મહિ‌નાના સંતાન સાથે લાંભા ગામે દર્શન કરવા માટે ગયા હતા. બીઆરટીએસ સ્ટેન્ડ ખાતે ઊતરી કોરિડોરમાંથી તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોરિડોરની અંદર રોંગ સાઈડે વેગનઆર કાર ઘૂસી હતી. પૂરપાટ દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તમામને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલી પાંચ વર્ષની દ્રષ્ટિને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પાંચ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. નરોડા પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે રાહુલ હોવાનું જણાવ્યું હતું. ચાલક પીધેલો હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું.
ઈસ્કોન બ્રિજ પર હિ‌ટ એન્ડ રન : યુવકનું મોત
અમદાવાદ સેટેલાઈટના ઈસ્કોન બ્રિજ પર સર્જા‍યેલા હિ‌ટ એન્ડ રનમાં જૈમિન મોદીનું મોત થયું હતું. વેજલપુરના શિવાલય એપા‌ર્ટમેન્ટમાં રહેતા જૈમીન મુકેશભાઈ મોદી દાર્જિલિંગ ખાતે એરફો‌ર્સમાં નોકરી કરતો હતો. તે ગઈકાલે બપોરે ઈસ્કોન બ્રિજ પરથી બાઈક લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે જૈમીનની બાઈકને ટક્કર મારી હતી. જૈમીનને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ તેનુ મોત નીપજતાં સેટેલાઈટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
િંરગ રોડ પર ટ્રકની અડફેટે બાઈકસવારનું મોત
અમદાવાદ નિકોલ રોડ શક્તિનગર સોસાયટી ખાતે રહેતા જયસુખલાલ માણેકલાલ પંચાલ ((ઉં.૪૨)) ગઈકાલે દસ વાગ્યાના સમયે સરદાર પટેલ રિંગ રોડ પર બાઈક પર જતા હતા ત્યારે રામોલ સર્કલ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતાં જયસુખલાલના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત થયું હતું.
સસ્તું સોનું આપવાની ઠગાઇ કરતા ૨ પકડાયા
અમદાવાદ ગિરવે મૂકેલા આઠ લાખના દાગીના સસ્તામાં વેચવાના બહાને વેજલપુરના રોનકભાઈ સોની પાસેથી રૂ.૨.પ૦ લાખ લઇને રફુચક્કર થઇ ગયેલા ત્રણ ગઠિયા પૈકી રીઝવાન સઇદ મેમણ અને કાદર મજેરીયાને પોલીસે ઝડપી લીધા હતા અને ત્રીજા નઈમખાન પઠાણની તપાસ શરૂ કરી છે.