• Gujarati News
  • @મોટા ભાગે વિદ્યાર્થીઓના વાલીઓને ફોન જાય છે, આડકતરી રીતે ચૂંટણી પ્રચાર થતો હોવાની ચર્ચા

@મોટા ભાગે વિદ્યાર્થીઓના વાલીઓને ફોન જાય છે, આડકતરી રીતે ચૂંટણી પ્રચાર થતો હોવાની ચર્ચા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગઇવિધાનસભાની ચૂંટણીમાં પણ મતદારોના ફોન પર સંદેશ આપીને જે વિવાદ ઊભો કર્યો હતો તેવો વિવાદ લોકસભાની ચૂંટણી વખતે ઊભો થઈ શકે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ફોન આવતા ઘડીભર તો વાલીઓ ચોંકી જાય છે, પણ આ ફોન વિદ્યાર્થીઓને શુભેચ્છાનો હોવાથી સાંભળીને વાલીઓ પણ વિચારમાં પડી જાય છે.
મહત્ત્વની વાત એ છે કે ,ધો. ૧૦,૧૨ના વિદ્યાર્થીઓ મતદાર નથી છતાં તેમના નામનો ફોન તેમના વાલીઓ પર જાય છે. તેની પાછળનો તર્ક કદાચ એવો હશે કે વિદ્યાર્થીઓ મતદાર ભલે ન હોય પણ તેના વાલીઓ તો મતદાર છે જ. ચૂંટણીની આચારસંહિ‌તા હોવા છતાં વિદ્યાર્થીઓને આવો ફોન કરી શકાય કે કેમ તે પણ પ્રશ્ન ઊભો થયો છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઇ છે કે આડકતરીરીતે ચૂંટણીપ્રચાર થાય છે તે ચર્ચાનો વિષય બન્યો છે.