• Gujarati News
  • એક દિવસમાં ૩.૩૯ લાખ મતદારો નોંધાયા

એક દિવસમાં ૩.૩૯ લાખ મતદારો નોંધાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક દિવસમાં ૩.૩૯ લાખ મતદારો નોંધાયા
અમદાવાદ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતદારોની નોંધણી માટે ૯મી માર્ચે ચલાવાયેલી એક દિવસની ખાસ ઝુંબેશ દરમિયાન રાજ્યના ૪પ૩૧૨ મતદાન મથકો ઉપર એક જ દિવસમાં ૩.૩૯ લાખ જેટલા મતદારોએ ફોર્મ ભરી નામ નોંધણી માટે અરજી કરી હતી. લોકસભા ચૂંટણીના પગલે ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મતદારોને વધુ એક તક આપવાના ભાગરૂપે ૩૦મી માર્ચ સુધી નામ ઉમેરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ સમય દરમિયાન તમામ જિલ્લા અને તાલુકા મથકોએ મામલતદાર કચેરીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા તથા સુધારા કરવાની કામગીરી ચાલુ છે. જ્યારે આચારસંહિ‌તાને કારણે નામ કમી કરવાનું બંધ કરવામાં આવ્યું છે.