• Gujarati News
  • જોશીને મનાવવા મોદીએ કઅફ દંપતીને કામે લગાડયાં

જોશીને મનાવવા મોદીએ કઅફ દંપતીને કામે લગાડયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપૂર્વ ત્રિવેદી . ગાંધીનગર
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી વારાણસીની બેઠક પરથી લડે તેવી શક્યતાઓની ચર્ચા શરૂ થતાં જ આ બેઠક પરથી લગભગ સતત ચૂંટાતા રહેલા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની પક્ષે નારાજગી વહોરવી પડી હતી. જેમને આખરે દેખીતી રીતે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દરમિયાનગીરીથી શાંત પાડવામાં આવ્યા હતા. આ આખા મામલે જોશીને મનાવવા કહો કે તેમના પર પરોક્ષપણે દબાણ લાવવા મોદી છાવણી તરફથી ગુજરાત કેડરના જ એક આઈએએસ દંપતીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાત કેડરના આ બંને આઈએએસ અધિકારીઓમાંથી પતિએ ૨૦૦૮માં સરકારમાં અગ્ર સચિવની પોસ્ટ પરથી રાજીનામું આપી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી જ્યારે તેમના ગુજરાત કેડરના પત્ની જેઓ મૂળ ઉત્તર પ્રદેશના જ છે તેઓ નવી દિલ્હી ડેપ્યુટેશન પર ગયા બાદ હાલ લાંબી રજા પર ઉતરેલા છે. આ નિવૃત્ત અગ્ર સચિવે ૧૯૯૮માં મુરલી મનોહર જોશી જ્યારે કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન હતા ત્યારે તેમના હાથ નીચે તેમના જ મંત્રાયલમાં ડેપ્યુટી ડાયરેક્ટર જેવો સિનિયર હોદ્દો સંભાળ્યો હતો ત્યારથી તેમને મુરલી મનોહર જોશી સાથે ખાસ ઘરોબો બંધાયેલો હતો.
સૂત્રો પાસેથી મળેલી માહિ‌તી મુજબ, મોદી છાવણીએ હાલ નિવૃત્ત થયેલા આ અધિકારીને તેમના મુરલી મનોહર જોશી સાથેના સંબંધોનો જોશીને શાંત પાડવા, મનાવવા ઉપયોગ કરવા કહેવામાં આવ્યું હતું.