• Gujarati News
  • ભૂયંગદેવ ચાર રસ્તાથી સતાધાર તરફ જતા રોડ પરની ઘટના

ભૂયંગદેવ ચાર રસ્તાથી સતાધાર તરફ જતા રોડ પરની ઘટના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ઘાટલોડિયા ભૂયંગદેવ ચાર રસ્તાથી સતાધાર તરફ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ફોચ્ર્યુનર ગાડી લઇને નીકળેલા બોપલના વેપારીએ બાઈક, એક્ટિવા અને ઈટીયોઝ એમ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ત્રણ વાહનોને ટક્કર માર્યા પછી પણ ફોચ્ર્યુનર ગાડી નહીં રોકાતા આખરે બીઆરટીએસની રેલિંગમાં જોરદાર ધડાકા સાથે ઘૂસી જતા રેલિંગ પણ તૂટી ગઇ હતી અને ગાડી રોકાઇ ગઇ હતી. જો કે આ અકસ્માતમાં ખુદ કાર ચાલક વેપારી જ ઇજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યારે અન્ય વાહનોમાં સવાર ચારથી પાંચ જણાંને સામાન્ય ઇજાઓ થઇ હતી. આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહિ‌મામ પોકારી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બોપલ વ્રજવિહાર સોસાયટીમાં રહેતા પંકજભાઇ નટવરલાલ પટેલ((૩પ)) ટ્રાન્સમીટર - બનાવવાનો ધંધો કરે છે. સોમવારે સાંજે ૬ વાગ્યે પંકજભાઇ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પૂરઝડપે કાળા રંગની સ્ર્કોપી‍ઓ કાર લઇને ભૂયંગદેવથી સત્તાધાર તરફ જઇ રહ્યા હતા. ત્યારે મહેફિલ હોટલ સામે સૌથી પહેલાં પંકજભાઇએ એક બાઈકને ત્યારબાદ એક્ટિવા અને ઈટીયોઝ કારને વારાફરથી અડફેટે લીધા હતા. તેમ છતાં પંકજભાઇથી ગાડી કંટ્રોલ નહીં થતા આખરે ગાડી નજીકના બીઆરટીએસ બસ સ્ટેન્ડની રેલિંગમાં ઘૂસી જતા રેલિંગ પણ તૂટી ગયા બાદ ગાડી રોકાઇ હતી. જો કે ઈટીયોઝમાં સવાર દંપતી તેમજ એક્ટિવા અને બાઈક સવારને સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે પંકજભાઇને ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસે પંકજભાઇ વિરુદ્ધ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.