• Gujarati News
  • ફાયર આઇસરે બાઇક ચાલકને કચડયો

ફાયર આઇસરે બાઇક ચાલકને કચડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
રખિયાલ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને થાપ આપી ફરાર થનારા આઈશર ચાલકે એક બાઈક ચાલક જીજ્ઞેશ પટેલને કચડી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સોમવારે સવારે બનેલી આ ઘટના બાદ આઈશર ચાલક ટ્રક મૂકી ફરાર થઈ જતાં ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકની તોડફોડ કરી હતી. જ્યારે રખિયાલ પોલીસે મૃતક બાઈક ચાલકની લાશને પીએમ માટે મોકલી આપી હતી.
ઘટના બાદ સ્થળ પર ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને પણ ઝપેટમાં લઈ ફટકાર્યો હતો. આઈશરના ચાલક પાસે તોડપાણી કરવા માટે કોન્સ્ટેબલ આ ઘટના
અંગે જવાબદાર હોવાનું માનીને ટોળાએ ટ્રાફિક જવાનને મારમાર્યો હતો.