• Gujarati News
  • રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસ વધુ તપાસના આદેશ કરાયો

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસ વધુ તપાસના આદેશ કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ચોરી અને લૂંટ કેસમાં સંડોવાયેલા સરદારનગરના રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં પીઆઈ સરવૈયાને સંડોવણીને નકારી નહી ફોજદારી કો‌ર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.ગણાત્રાએ વધુ તપાસના આદેશ જારી કરી એક માસમાં તપાસ અહેવાલ રજૂ કરવાના આદેશ ક્રાઇમ બ્રાંચને કર્યો છે. બાપુનગરની અનિલ સ્ટાર્ચ મિલ પોલીસ ચોકી પર ચોરી અને લૂંટના કેસમાં રાજુ ઠક્કરને સેક્ટર-૨ના કર્મચારીઓએ ઢોર માર મારી હાંસોલ નદીના પટમાં રાજુ ઠક્કરની લાશ મળી હતી. મૃતકની પત્નીએ એડવોકેટ અયાઝ શેખ મારફતે ફોજદારી કો‌ર્ટમાં ફરિયાદી પીઆઇ સરવૈયા સહિ‌તના વધુ એક પોલીસ કોન્સ્ટેબલ સામે તપાસ એજન્સીએ કોઇ તપાસ કરી નથી તેવો આક્ષેપ કરતી અરજી ફોજદારી કો‌ર્ટમાં અરજી કરી હતી. જેમાં રજૂઆત કરી કે, સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા હોવા છતાં નરેન્દ્રસિંહ વિજયસિંહનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો નથી. મૃતકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કા‌ર્ડ‌, અંગે કોઇ તપાસ કરવામાં આવી નથી. આ તમામ કારણોની તપાસ કરવામાં આવે તો પીઆઇ સરવૈયાની સંડોવણી છતી થવા પામે તેમ છે.