• Gujarati News
  • ઓઓ)): પહેલીવાર લોકસભાની ચૂંટણીઓમાં યુનાઈટેડ નેશન્સના નિષ્ણાતોની મદદ મેળવાઈ

ઓઓ)):- પહેલીવાર લોકસભાની ચૂંટણીઓમાં યુનાઈટેડ નેશન્સના નિષ્ણાતોની મદદ મેળવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
પ૪૩ લોકસભાની બેઠકો પરની ચૂંટણી એ દેશમાં લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે ગણવામાં આવી રહી છે ત્યારે આ ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા ભારતના ચૂંટણી પંચે આ વખતથી પહેલીવાર ચૂંટણી પ્રક્રિયાના સંચાલનમાં યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ((યુએનડીપી)) પણ મદદરૂપ થશે અને તેના નેજા હેઠળના એક એક ટેક્નિકલ નિષ્ણાત દેશના તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીને ખાસ માર્ગદર્શન અને સહકાર આપવા તહેનાત કરવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે.
યુએનડીપી અને ભારતના ચૂંટણી પંચ વચ્ચે ઓક્ટોબર, ૨૦૧૨માં થયેલા એમઓયુ મુજબ ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓના સંચાલનમાં પોતાના અનુભવ અને નિપૂણતાનો ચૂંટણી પંચને પણ લાભ મળે તે હેતુથી આ વખતની લોકસભાની ચૂંટણીથી આ વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા આ અંગે વેબસાઈટ પર આપવામાં આવેલી વિસ્તૃત માહિ‌તી મુજબ, ચૂંટણીઓમાં વધુને વધુ મતદારોની સહભાગિતા વધે તેવા મુખ્ય આશયથી યુએનડીપીનો સહકાર મેળવવામાં આવ્યો છે.
આ અંગે ટેક્નિકલ નિષ્ણાતોની પસંદગીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને તે સંપન્ન થયા બાદ દરેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને માર્ગદર્શન અને સહકાર આપવા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ યુએનડીપીના એક ટેક્નિકલ નિષ્ણાતની નિમણૂક કરવામાં આવશે અને તેઓ ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલની સાથે જ પોતાની કામગીરી હાથ ધરશે.
આ ટેક્નિકલ નિષ્ણાતની મુખ્ય કામગીરી સીઈઓ((મુખ્ય ચૂંટણી અધિકારી))થી માંડી રિટિન્ર્‍ાંગ અધિકારી સુધીની કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાના સંચાલનમાં ટેક્નોલોજિકલ ટૂલ્સ તૈયાર કરવા, મતદાર જાગૃતિ અને જાણકારી માટે ટેક્નોલોજીનો કેવી રીતે શક્ય એટલો વધુ ઉપયોગ કરી શકાય તેની ચકાસણી કરવી, યુવા મતદારોને કેવી રીતે વધુને વધુ મતદાન માટે આકર્ષી શકાય તે માટે ઈન્ફર્મેશન ટેક્નોલોજીના અસરકારક વિકલ્પો શોધવાના રહેશે.
બોક્સ:૧
ચૂંટણીમાં કાળાનાણાંના ઉપયોગ અંગે પંચ અનોખી ચર્ચા’ યોજશે
ચૂંટણીઓમાં કાળાનાણાંનો ઉપયોગ મતદારોને આકર્ષવા થઈ રહ્યો હોવાની વાસ્તવિકતાથી વાકેફ ચૂંટણી પંચે આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં મતદારોને આ અંગે સભાન બનાવવા અનોખી ચર્ચા’નું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ દ્વારા બેંકિંગ ક્ષેત્રના નિવૃત્ત અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને પત્રકારોનું એક ખાસ ગ્રૂપ બનાવવામાં આવશે અને દરેક મતક્ષેત્રમાં આ ગ્રૂપ મતદારોને મળી તેમને રિઝવવા નાણાંનો કેવા પ્રકારે ઉપયોગ થાય તે અંગે તેમની સાથે ચર્ચા કરી આનાથી દૂર રહેવા સમજાવશે. ચૂંટણી પંચે દરેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને ગ્રામીણ કક્ષાના જાગૃતિ જૂથ ((વીએજી)) અને વો‌ર્ડ‌ કક્ષાના જાગૃતિ જૂથ((ડબલ્યૂએજી)) બનાવવાની સૂચના આપી દીધી છે અને મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય તેમ આવા જૂથ વધુ સક્રિય બનશે.