• Gujarati News
  • મ્યુનિ. ૨૯ લાખના ખર્ચે ક્રેઇન ખરીદશેૃચ્ ’અમદાવાદ અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા શહેરમાં બ્ર

મ્યુનિ. ૨૯ લાખના ખર્ચે ક્રેઇન ખરીદશેૃચ્/’અમદાવાદ અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા શહેરમાં બ્રેક ડાઉન થયેલી બસો સહિ‌ત અન્ય મ્યુનિ.ના વાહનો ઉપાડવા માટે ક્રેઇન ખરીદી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટીની બેઠકમાં દત્ત મોટ‌ર્સ બોડી બિલ્ડ‌ર્સ નામના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૨૯.૨પ લાખમાં એક નંગ ક્રેઇન ખરીદી કરાશે. મ્યુનિ. દ્વારા ક્રેઇન ખરીદી માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડયા હતા જેમાં એક માત્ર કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યુ હતું છતાં પણ સિંગલ ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી હતી.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ. ૨૯ લાખના ખર્ચે ક્રેઇન ખરીદાશે

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા શહેરમાં બ્રેક ડાઉન થયેલી બસો સહિ‌ત અન્ય મ્યુનિ.ના વાહનો ઉપાડવા માટે ક્રેઇન ખરીદી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટીની બેઠકમાં દત્ત મોટ‌ર્સ બોડી બિલ્ડ‌ર્સ નામના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૨૯.૨પ લાખમાં એક નંગ ક્રેઇન ખરીદી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. દ્વારા ક્રેઇન ખરીદી માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડયા હતા જેમાં એક માત્ર કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યુ હતું છતાં પણ સિંગલ ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી હતી.

શહેરમાં સ્ટ્રીટ લાઇટના ધાંધિયા

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટના મેઈન્ટેનન્સમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના કારણે વાહનચાલકોને રાતે વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના આનંદનગર રોડ, સીજી રોડ, આશ્રમ રોડ, વાડજ બીઆરટીએસ રોડ સહિ‌ત ઠેક-ઠેકાણે મોટા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. અમદાવાદ મ્યુનિ.એ તાજેતરમાં સ્ટ્રીટ લાઇટોના મેઈન્ટેનન્સની કામગીરી એક વિદેશી કંપનીને આપવાની દરખાસ્ત મંજૂર કરી છે પણ હજુ સુધી તેણે કામ શરૂ કર્યુ નથી જ્યારે વર્તમાન કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારીને પ્રજાજનોને બાનમાં લેવાઇ રહ્યાં હોય તેવો ઘાટ ઊભો થયો છે.

વાહનોના બિનઅધિકૃત પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ શહેરમાં જાહેરમાર્ગ ઉપર બિનઅધિકૃત પાર્કિંગના મુદ્દે અમદાવાદ મ્યુનિ.એ વાહનો જપ્ત કરીને મિલકતોને નોટિસ આપવાની ઝુંબેશ શરૂ કરી હતી પણ સત્તાધીશોના વિરોધને કારણે અમલદારોએ આ ઝુંબેશ આટોપી લીધી છે જેના કારણે શહેરના મુખ્ય જાહેરમાર્ગ ઉપર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્યાં છે. શહેરના આનંદનગર રોડ અને સીજી રોડ ઉપર બિનઅધિકૃત પાર્કિંગને કારણે પીક અવ‌ર્સમાં ભારે ટ્રાફિક જામ થાય છે જ્યારે વસ્ત્રાપુર લેક ગા‌ર્ડ‌ન, પ્રહ્લાદનગર ગા‌ર્ડ‌ન સહિ‌ત અન્ય સ્થળોએ પણ રસ્તા ઉપર મૂકવામાં આવતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જા‍ઇ રહી છે. જાહેરમાર્ગ ઉપર ટ્રાફિક જામને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.