• Gujarati News
  • ધો. ૧૨ના પ્રેક્ટિકલમાં પણ શિક્ષકોને ફરજિયાત તાલીમ

ધો. ૧૨ના પ્રેક્ટિકલમાં પણ શિક્ષકોને ફરજિયાત તાલીમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા ધો. ૧૨ સાયન્સની સેમેસ્ટર ચારની થીયરી
પરીક્ષા તા. ૧૩ એપ્રિલથી હાથ ધરાશે. આ પરીક્ષામાં મુખ્ય ચાર વિષયો જેવા કે મેથ્સ, બાયોલોજી, ફિઝીકસ, કેમેસ્ટ્રીના પ્રશ્નપત્રની થીયરીની પરીક્ષામાં ફરજીયાત વિષય શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરાયુ છે. વિષય શિક્ષકો ગેરરીતિ કરાવે નહીં એટલે આવી તાલીમ ગોઠવાઇ હોવાનું પણ મનાય છે. આવી જ રીતે આ વિષયોની પ્રેકટીકલ પરીક્ષા તા. ૨ એપ્રિલથી સ્કૂલ કક્ષાએ લેવાશે. આ પરીક્ષા કયારે લેવાશે તેનુ દરેક જિલ્લામાં શિક્ષણાધિકારીની સુચના પ્રમાણે આયોજન થશે. ગુજરાત શિક્ષણ બો‌ર્ડે‌ એવો આદેશ કર્યો છે કે મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝીકસ, બાયોલોજીના વિષયની પ્રેકટીકલની પરીક્ષામાં પણ વિષય શિક્ષકોએ ફરજીયાત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં તાલીમ લેવા માટે જવાનું રહેશે.