તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માત્ર ઇદરફમાં મુસાફરોના પાકીટ મારતી ગેંગ ઝડપાઈઆધુનિક ટ્રાન્સપો‌ર્ટ સિસ્ટમમાં ચોરીની સોફેસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર ઇદરફમાં મુસાફરોના પાકીટ મારતી ગેંગ ઝડપાઈઆધુનિક ટ્રાન્સપો‌ર્ટ સિસ્ટમમાં ચોરીની સોફેસ્ટિકેટેડ ટેક્નિક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
બીઆરટીએસ બસમાં ભીડ યા ધક્કામુક્કી જેવી ઘટનાઓનો લાભ લઈને મુસાફરોના ખિસ્સા-પાકિટ મારી લેતી ગેંગનો પર્દાફાશ કરીને સેકટર-૨ સ્કવોડે તેમાંથી પાંચની ધરપકડ કરીને ૨૨ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, પ૦ સભ્યોની આ ગેંગ એકદમ સંગઠિત રીતે ટાર્ગેટ આધારિત ચોરી કરે છે. જેમની ધરપકડ કરાઈ છે તેમની પાસેથી વિદેશી ચલણી નોટો, આઈપોડ સહિ‌ત કુલ રૂ. ૧.૬૭ લાખનો મુદ્દામાલ પણ રિકવર કરાયો છે. છ ટુકડીમાં વિભાજિત થઈ આ ચોરોની ગેંગ જનમાર્ગ દ્વારા અપાતા સ્મા‌ર્ટકા‌ર્ડ‌નો ઉપયોગ કરી કોઈ પણ રૂટની બસમાં મુસાફરી કરી રોજની બેથી અઢી લાખની મતાની ચોરી કરતા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.
સેક્ટર-૨ સ્કવોડના પીએસઆઈ એચ. વી. સીસારાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ સુરેશ શ્રીધરને મળેલી બાતમીના આધારે પોલીસે ઈસનપુર ચોકડી પાસે એક રિક્ષામાંથી પાંચને પકડયા હતા. જેમાં હિ‌રેન ઉર્ફે ઘોડાસર સંઘાણી ((ઈસનપુર)), ધર્મેન્દ્ર ઉર્ફે ટેણી ઉર્ફે રાજુ તિવારી ((ઓઢવ)), રાકેશ ઉર્ફે મુખી પટેલ ((પાલડી)), રાકેશ ઉર્ફે પંજાબી શર્મા ((બારેજડી)) અને સુનીલ વાસફોડિયાનો ((ખોખરા)) સમાવેશ થાય છે. આ લોકો પાસેથી ચોરીના ૧૯ મોબાઈલ, આઈપોડ, વિદેશી ચલણી નોટો અને રિક્ષા સાથે કુલ રૂ.૧.૬૭ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ગેંગમાં કુલ પ૦ જેટલા સભ્યો છે જેઓ છ-છ જણાની ટીમમાં વિભાજિત થઈ ચોરી કરતા હતા. હિ‌રેન તથા એજાજ અન્સારી આ ગેંગના સૂત્રધાર મનાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો