- Gujarati News
- બનાસકાંઠાના પૂર્વ કલેક્ટર સામે હાઈ કોર્ટનો તપાસનો આદેશ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠાના પૂર્વ કલેક્ટર સામે હાઈ કોર્ટનો તપાસનો આદેશ
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનું પ્રથમદર્શી રીતે ઠેરવતાં ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠાના પૂર્વ કલેક્ટર આર. જે. પટેલ સહિતના લોકો સામે તપાસના આદેશ આપ્યા છે. જસ્ટિસ રવિ ત્રિપાઠી અને જસ્ટિસ મોહિન્દર પાલની ખંડપીઠે રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીઝ અને માઇન ડિપાર્ટમેન્ટના સંલગ્ન સેક્રેટરીને આ મામલે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. વંદનાબહેન આચાર્યે ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, સ્ટાફ નર્સની ભરતીમાં તેમની લાયકાત હોવા છતાં તેમને નિયમિત નિમણૂક અપાઈ ન હતી. ટ્રસ્ટની હોસ્પિટલમાં આશાબહેન ઠાકર અને ભૂમિકાબહેન પટેલને એડ્હોક ધોરણે ૨૦૦પમાં નિમણૂક અપાઈ હતી. જ્યારે વંદનાબહેનને પણ ૨૦૦પમાં નિમણૂક અપાઇ હતી, પરંતુ તેમની નિમણૂકમાં રેગ્યુલર એપોઇન્ટમેન્ટની પ્રોસિઝરનું પાલન કરાયું ન હતું, જેથી તેમને નિયમિત નિમણૂક મળી શકી નહોતી.