તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કાચા કબજાની જમીનમાં જ પ્રીમિયમ’ વસૂલવાની પેરવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાચા કબજાની જમીનમાં જ પ્રીમિયમ’ વસૂલવાની પેરવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદ શહેર સહિ‌ત જિલ્લામાં છેલ્લાં બે વર્ષથી કાચા કબજા, જાત ઇનામી, ઇનામદારી અને રૈયતવાળી જૂની શરતના પ્રકારની જમીનોમાં એનએ ((બિનખેતી)) આપવાની પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ હતી. મહેસૂલ તપાસણી કમિશનરે આ પ્રકારની જૂની શરતની જમીનો પ્યોર જૂની શરત કહેવાય નહીં? તેવી ક્વેરી કાઢીને આ પ્રકારની જમીનોમાં પ્રીમિયમ વસૂલવું કે કેમ? તે અંગેનો અભિપ્રાય માગ્યો હતો. રાજ્ય સરકારે આ બાબતે કમિટી બનાવી હતી. આ કમિટીએ આ પ્રકારની જમીનોમાં પ્રીમિયમ ભરવું કે કેમ? તે અંગેનો રિપો‌ર્ટ રાજ્ય સરકારની કેબિનેટને સબમિટ કરી દીધો છે.
સૂત્રો જણાવે છે કે, કમિટીના રિપો‌ર્ટમાં રૈયતવાળી, ઇનામદારી અને જાત ઇનામીની જમીનોને પ્યોર જૂની શરતની ગણી છે, જેમાં પ્રીમિયમ નહીં વસૂલવાની ભલામણ કરાઈ છે, જ્યારે કાચા કબજાની જમીનનો આ રિપો‌ર્ટમાં ઉલ્લેખ કરાયો નથી. તેથી કાચા કબજાની જમીનોમાં પ્રીમિયમ વસૂલવાની તૈયારીઓ સરકાર કરી રહી છે. આ અંગેની જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલાં થાય તેવી શક્યતા છે.
અમદાવાદમાં બે વર્ષ પહેલાં મહેસૂલ તપાસણી કમિશનર સૂતરિયાએ આ પ્રકારની જમીનોમાં રાજ્ય સરકારનો અભિપ્રાય માગ્યો હતો, જેથી એનએ માટે આવતી અરજીઓને દફતરે કરી દેવાતી હતી, જેથી જમીનધારકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ હતી. કલેક્ટરથી માંડીને મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ સુધી જમીનધારકોએ રજૂઆત કરી હતી. મહેસૂલ વિભાગે આ વિવાદનો અંત લાવવા માટે એક કમિટીની રચના કરી હતી. કમિટીએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીની વિવિધ ફાઇલો અને અધિકારીઓના અભિપ્રાય લીધા બાદ એક રિપો‌ર્ટ તૈયાર કર્યો હતો તે રિપો‌ર્ટ રાજ્ય સરકારની કેબિનેટ કમિટી સમક્ષ મૂકી દેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો