તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓઓ)): ચૂંટણી આચારસંહિ‌તાના ભયે વસ્ત્રાલ આઇટીઆઇનું ગટર પાણીના જોડાણવિના આજે ઉદ્ઘાટનૃચ્ ’ૃચ્ ’ટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઓ)):- ચૂંટણી આચારસંહિ‌તાના ભયે વસ્ત્રાલ આઇટીઆઇનું ગટર-પાણીના જોડાણવિના આજે ઉદ્ઘાટનૃચ્/’ૃચ્/’ટોપી : સાત કરોડના બિલ્ડિંગનું ઉતાવળે ઉદ્ઘાટન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
રાજ્યનય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા અમલમાં આવી જશે તેવા ભયથી વસ્ત્રાલની મહિ‌લા આઇટીઆઇનું ઉતાવળે ઉદ્ઘાટન થઇ રહ્યું છે. આધુનિક સુવિધાવાળા બિલ્ડિંગને ગટર અને પાણીનું કનેકશનની સુવિધા ન મળતા રાતોરાત પાણીની વ્યવસ્થા કરીને ઉદ્ઘાટન માટે તૈયાર કરવાની તંત્રને ફરજ પડી હતી.
વસ્ત્રાલની આરટીઓ કચેરી નજીકના નવનિર્મિ‌ત મહિ‌લા ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું આવતીકાલે શુક્રવારે સવારે ૧૦ કલાકે શ્રમ રોજગાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં લોકાર્પણ થશે. આ સંસ્થાનું ઉદ્ઘાટન કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ઉદ્ઘાટન થશે. સંસ્થાના અદ્યતન બિલ્ડિંગ અને સુવિધા પાછળ રૂ. સાત કરોડનો ખર્ચ કરાયો છે. છતાં હજુ પાણી અને ગટરનું કનેકશન મળ્યું નથી. પાણીની વ્યવસ્થા કરાઇ છે, પણ ગટરની વ્યવસ્થા છે નહીં. જેનેકારણે બિલ્ડિંગ સંપૂર્ણપણે વાપરવા તૈયાર થયું નથી. બીજીબાજું લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા આવી જાય તો બિલ્ડિંગનું ઉદ્ઘાટન થઇ શકે નહીં. પરિણામે વિદ્યાર્થી‍ઓનું શૈક્ષણિક કાર્ય સમયસર આરંભી શકાઇ નહીં. આથી મહિ‌લા આઇટીઆઇનું આવતીકાલે તા. ૨૮ ફેબ્રુઆરીએ જ તાબડતોબ ઉદ્ઘાટન કરવાની ફરજ પડી છે. સંસ્થામાં કમ્પ્યૂટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, સર્ટિ‌ફિકેટ કો‌ર્સ ઇન વેબ ડિઝાઇનિંગ, સર્ટિ‌ફિકેટ કો‌ર્સ ઇન સોફટવેર પ્રોગ્રામિંગ, હેર એન્ડ સ્કીન કેર, કટિંગ એન્ડ સ્યુઇંગ અભ્યાસક્રમ ચાલુ કરાશે. જેમાં ૨૦૦ જેટલી મહિ‌લાઓને પ્રવેશ અપાશે. આગામી બે વર્ષમાં સંસ્થામાં પ્રવેશની બેઠકો પ૦૦ કરવાનું આયોજન છે. સંસ્થાના આચાર્ય એન.આર.ઓઝાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પાણીનું કનેકશન મળ્યું નથી, પણ પાણીની સુવિધા છે, બાકીની વ્યવસ્થા ટૂંકસમયમાં ઊભી કરાશે. જો કે આઇટીઆઇના સૂત્રોના કહ્યા પ્રમાણે પાણી-ગટર કનેકશન મળી શકયું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો