તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તળાવના કામ માટે કોન્ટ્રાક્ટર મળતા નથીૃચ્ ’અમદાવાદ ર્કોપોરેશનને વટવા તળાવનો વિકાસ કરવા માટે ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાવના કામ માટે કોન્ટ્રાક્ટર મળતા નથીૃચ્/’અમદાવાદ ર્કોપોરેશનને વટવા તળાવનો વિકાસ કરવા માટે રૂ.૧૦.૮૦ કરોડથી વધુનો અંદાજ મંજૂર કરાયો હતો. વટવા તળાવનો વિકાસ કરવા માટે અંદાજ મંજૂર કર્યા બાદ બહાર પાડેલા ટેન્ડર છતાં કોન્ટ્રાક્ટર મળતા નથી. દ. ઝોનના વટવા તળાવને ડેવલપ કરવાના કામ માટે ત્રીજા પ્રયત્ને મંગાવેલા ટેન્ડરનો કોન્ટ્રાક્ટર પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રકચરના ટેન્ડરને અંદાજ ભાવથી એક ટકા ઓછા કામ આપવાની દરખાસ્ત મૂકાશે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વટવા તળાવનો વિકાસ કરવા માટે કોન્ટ્રાક્ટર મળતા નથી

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશનને વટવા તળાવનો વિકાસ કરવા માટે રૂ.૧૦.૮૦ કરોડથી વધુનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિ.એ વટવા તળાવનો વિકાસ કરવા માટે અંદાજ મંજૂર કર્યા બાદ બહાર પાડેલા ટેન્ડર છતાં પણ કોન્ટ્રાક્ટર મળતા નથી. મ્યુનિ.ને વટવા તળાવનો વિકાસ કરવા માટે કોન્ટ્રાક્ટર ન મળતા ત્રીજા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે મળનારી સ્ટે. કમિટીની બેઠકમાં મ્યુનિ.ના દક્ષિણ ઝોનના વટવા તળાવને ડેવલપ કરવાના કામ માટે ત્રીજા પ્રયત્ને મંગાવેલા ટેન્ડરનો કોન્ટ્રાક્ટર પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રકચરના ટેન્ડરને અંદાજ ભાવથી એક ટકા ઓછા કામ આપવાની દરખાસ્ત મૂકવામાં આવશે.

નોબલનગરમાં ૪૦ લાખના ખર્ચે રોડ-રિસરફેસ

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા વરસાદની સિઝનમાં ધોવાઇ ગયેલા રસ્તાઓ રિસરફેસ કરવાની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઉત્તર ઝોનના નોબલનગર વો‌ર્ડ‌માં ટીપી સ્કીમ નંબર ૯૯માં પ્રગતિપાર્ક સોસાયટીથી શિલ્પગ્રામ બંગ્લોઝ સુધીનો રસ્તો રી-ગ્રેડ કરી રિસરફેસ કરવાના કામ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા જેમાં અંદાજ ભાવથી ૭.૮૭ ટકા ઓછા ભાવે રૂ.૪૦.૯૯ લાખના ખર્ચે કામ શ્રી શક્તિ કન્સ્ટ્રક્શનને આપવાની દરખાસ્ત મૂકવામાં આવશે.

ઠક્કરનગર વો‌ર્ડ‌માં ૨૦ લાખના ખર્ચે ઉદ્યાન

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.ના રિઝર્વ પ્લોટમાં ઉદ્યાનના વિકાસ કરવાના કામોની દરખાસ્તો મૂકવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.ના ઉત્તર ઝોનના ઠક્કરનગર વો‌ર્ડ‌માં અંબિકા પાર્ક સામે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર ૬પના ફાઈનલ પ્લોટ નંબર ૧પ૯ને બગીચાના જાહેર હેતુ માટે રિઝર્વ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. આ રિઝર્વ પ્લોટમાં બગીચાનો વિકાસ કરવા માટે ટેન્ડર મંગાવ્યા હતા જેમાં અંદાજ ભાવથી ૨૬.૭૦ ટકા ઓછા ભાવે એટલે કે, રૂ.૨૦.૭૮ લાખના ભાવે નચિકેતા નામના કોન્ટ્રાક્ટરને આપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં મૂકવામાં આવશે.

વટવા જીઆઇડીસી રૂ.૧પ.૩૮ લાખના ખર્ચે નવો માઇનોર બ્રિજ

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ શહેરમાં વરસાદને કારણે પૂર્વ ઝોનના હાથીજણ-રામોલ વો‌ર્ડ‌માં આવેલા વિંઝોલ ગામથી વટવા જીઆઇડીસી તરફ જવાના રોડ વચ્ચે આવતા વહેળા ઉપરના માઇનોર બ્રિજને ભારે નુકસાન થયું હતું જેથી તે તૂટી ગયો હતો. હવે વરસાદની સિઝન પૂરી થયાને મહિ‌નાઓ થયા બાદ મ્યુનિ.ને બ્રિજનું કામ યાદ આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.ની આવતીકાલે શુક્રવારે મળનારી સ્ટે. કમિટીની બેઠકમાં જૂના ભયજનક માઇનોર બ્રિજને નવો બનાવવા માટેના ક્વોટેશનો મંગાવાયા હતા. જેમાં એ.કે. ર્કોપોરેશનને સૌથી ઓછા ક્વોટેશને એટલે કે, રૂ.૧પ.૩૮ લાખના ખર્ચે કામ આપવાની દરખાસ્ત મૂકવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો