• Gujarati News
  • ઓઓ)): કારનો કાચ તોડી રોકડા દોઢ લાખની ચોરી

ઓઓ)):- કારનો કાચ તોડી રોકડા દોઢ લાખની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ઈસનપુર વિસ્તારમાં કારનો કાચ તોડી તસ્કરો રોકડા રૂ.૧.પ૧ લાખની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વટવા રોડ સ્થિત સમૃદ્ધિ સોસાયટીમાં રહેતા કાશીરામ રામેશ્વરલાલ શર્માએ મંગળવારે રાત્રે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન ઘોડાસર હાઈવે ચાર રસ્તા ખાતે કોમ્ફી હોટેલ સામે પોતાની મારુતિ સ્વીફટ કાર પાર્ક કરી હતી. આ સમયે પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો ગાડીમાં મૂકેલા રોકડા રૂ.દોઢ લાખ અને અગત્યના દસ્તાવેજો ચોરી કરી લઈ ગયા હતા. કાશીરામ શર્માની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે તપાસ શરૂ કરી છે.