તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મંદિરોમાં વૈદિક મંત્રો સાથે મહા લઘુરૂદ્ર અને મહામૃત્યુંજયના આહુતિયજ્ઞ થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરોમાં વૈદિક મંત્રો સાથે મહા-લઘુરૂદ્ર અને મહામૃત્યુંજયના આહુતિયજ્ઞ થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
શિવરાત્રી નિમિત્તે શહેરભરના શિવ મંદિરોમાં શિવ મહાપૂજા, કમળ પૂજા, શિવપુરાણ પારાયણ અને લઘુરૂદ્ર યજ્ઞના આયોજનો કરાયા હતાં.
શહેરના અતિપ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી નિમિત્તે વૈદિક પૂજાઓ, લઘુરૂદ્ર તેમજ મહામૃત્યુંજય આહુતિયજ્ઞનું આયોજન કરાયુ હતું મંદિરમાં રાત્રે કમળ પૂજા અને ઓડીસી નૃત્ય રજૂ કરાયુ હતું. નારોલ હાઇવે પાસે કાશી વિશ્વનાથ મંદિરે સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરાયુ હતું. ઓઢવના પશુપતિનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કરાયો હતો.મણિનગરનાં મણિકિર્ણકેશ્વર મહાદેવમાં ચાર પ્રહરની પૂજા કરાઇ હતી. સીટીએમ પાસે માનવેશ્વર મહાદેવ ખાતે ૧ હજાર લિટર ભાંગનો પ્રસાદ ધરાવાયો હતો. એક્સપ્રેસ હાઇવે પાસેના સાંઇબાબા મંદિરમાં પ્રસ્થાપિત શિવલિંગ પર અભિષેક કરાયો હતો. થલતેજમાં સાંઇધામ મંદિર ખાતે મહા લઘુરૂદ્રનું અને મેમનગર ગુરુકુળ ખાતે મહાપૂજાનું આયોજન કરાયુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો