તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શારદાબહેન હોસ્પિ.માં નવી વીજ વિતરણ વ્યવસ્થાની દરખાસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શારદાબહેન હોસ્પિ.માં નવી વીજ વિતરણ વ્યવસ્થાની દરખાસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશન સંચાલિત સરસપુર સ્થિત શારદાબહેન જનરલ હોસ્પિટલમાં હયાત ઇલેક્ટ્રિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની જૂની વીજ લાઇનોમાં વારંવાર ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાઇ જતો હોવાથી હોસ્પિટલના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અમદાવાદ મ્યુનિ.ની શુક્રવારે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં શારદાબહેન જનરલ હોસ્પિટલની જૂની અને નવી બિલ્ડિંગમાં નવી ઇલેક્ટ્રિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ નાંખવા માટે રૂ.૨.૧૯ કરોડની દરખાસ્ત મૂકવામાં આવશે.
અમદાવાદ મ્યુનિની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં મૂકાનારી દરખાસ્ત પ્રમાણે, શ્રીમતી શારદાબહેન જનરલ હોસ્પિટલ ખાતે હયાત ઇલેક્ટ્રિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ વર્ષો જૂની થઇ ગયેલી છે. આ જુની સિસ્ટમમાં વારંવાર ફોલ્ટ થાય છે જેથી હોસ્પિટલમાં નવી અલગ એચ.ટી સર્વિ‌સ લેવા તેમજ નવા હોસ્પિટલના બિલ્ડિંગમાં પાવર સપ્લાય પૂરો પાડવા જરૂરી ઇલેક્ટ્રિક કામગીરી કરાવવા માટે ટેન્ડર બહાર પડાયા હતા. જેમાં મ્યુનિ.એ નિમેલા કન્સલ્ટન્ટથી ૧૭.૩૩ ટકા ઓછા ભાવે ડિજિટલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પ્રા.લિ.ને કામ આપવાની દરખાસ્ત મૂકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો