- Gujarati News
- ઓઓ)): એપ્રિલથી ગેસના ભાવ વધવાની સાથે અમદાવાદ અને સુરતમાં વીજળીના ભાવ પણ વધશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓઓ)):- એપ્રિલથી ગેસના ભાવ વધવાની સાથે અમદાવાદ અને સુરતમાં વીજળીના ભાવ પણ વધશે
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
કેન્દ્ર સરકાર કે જી બેસીનમાંથી નીકળતા ગેસ માટે રિલાયન્સને ૪.૨ ડોલર પ્રતિ મિલિયન થર્મલ યુનિટના વધારીને ૮ ડોલર પહેલી એપ્રિલથી કરી આપશે તેના કારણે ગુજરાતમાં સીએનજી અને પીએનજી તો મોંઘો થશે પરંતુ અમદાવાદ અને સુરતમાં વીજળીના ભાવોમાં પણ વધારો થશે. મોંઘા ગેસના કારણે હાલમાં ટોરેન્ટ પોતાના પ્લાન્ટસ ચલાવતું નથી અને બહારથી વીજળી ખરીદે છે. બીજી બાજુ આ ગેસ ના ખરીદવા બદલ ફિકસ કોસ્ટ ચૂકવી રહ્યું છે જે ગ્રાહકોના માથે પડે છે અને હવે ગેસના ભાવ વધવાના કારણે ઊંચી જતી ફિકસ કોસ્ટ ગ્રાહકો પર પડશે.
દર ત્રણ મહિને ફયૂઅલ પ્રાઈઝ એન્ડ પાવર પર્ચેસ એડ્જસ્ટમેન્ટ હેઠળ ગ્રાહકો પાસેથી વીજ બિલમાં જે નાણાં વસૂલવામાં આવે છે તેમાં વધારો થશે સરવાળે ગ્રાહકનું બિલ વધશે. ટોરેન્ટ પાવરે હાલમાં જીયુવીએનએલ સાથે પ૦૦ મેગાવોટ ખરીદવા માટેના કરાર કર્યા ત્યારે ભાવ ઘટવાની અપેક્ષા સેવાઈ રહી હતી તે ગેસના ભાવ વધવાના કારણે ધોવાઈ જશે. અત્યારના ભાવે ગેસ ખરીદીને વીજ ઉત્પન્ન કરવાનો ખર્ચો યુનિટ દીઠ પાંચ રૂપિયાથી વધારે આવે છે અને તેનાથી ઓછા ભાવે બજારમાંથી વીજળી મળે છે તેથી ટોરેન્ટ બહારથી ખરીદીને વેચે છે. ગેસના ભાવ વધ્યા બાદ આ ભાવ વધીને સાડા આઠથી નવ રૂપિયા યુનિટ દીઠ થઈ જશે. ગેસ ખરીદી માટે રિલાયન્સ સહિત જે કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે તેઓ પ્લાન્ટ એવેબિલિટી ફેકટર એટલે કે પ્લાન્ટમાં કેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે છે તેના આધારે ફિકસ કોસ્ટ લે છે.જ્યારે ગેસથી ઉત્પાદન મોંઘુ પડતું હોવાના કારણે માત્ર ૧૩.પ ટકાના લોડ ફેકટરથી જ પ્લાન્ટ ચાલી રહ્યાં છે.
----- જેટલું ઉત્પાદન થાય તેટલી ફિકસ કોસ્ટ ગણાવી જોઈએ
અમે પાવર મંત્રાલયને રજૂઆત કરી છે કે ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં પ્લાન્ટ લોડ ફેકટર એટલે કે ખરેખર કેટલું ઉત્પાદન થયું છે તેના આધારે ફિકસ કોસ્ટ ગણાવી જોઈએ. આમ થવાથી ગ્રાહકો પરનું ભારણ ઘટશે. આ અંગે વિચારણા પણ ચાલી રહી છે’ કે કે બજાજ, સીજીએમ, સીઈઆરએસ---------