તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓઓ)): ઈન્કમટેકસ નોન ફાઈલ‌ર્સને નોટિસ આપીને અધિકારીઓ ઊંઘી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઓ)):- ઈન્કમટેકસ નોન ફાઈલ‌ર્સને નોટિસ આપીને અધિકારીઓ ઊંઘી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
મોટા વ્યવહારો કરીને ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ ના કરીને ઈન્કમટેકસની ચોરી કરનારા લોકોની માહિ‌તી સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ ડાયરેકટ ટેકસીસે દરેક આકારણી અધિકારીઓને આપી હતી અને આવા કરદાતાઓ માટે કઈ કઈ રીતે પગલા લેવા તે અંગેનો એક ઈન્ટરનલ સક્ર્યુલર સપ્ટેમ્બરમાં કર્યો હતો. જો કે આ સક્ર્યુલર મુજબ નોન ફાઈલ‌ર્સને પ્રથમ નોટિસ આપીને અધિકારીઓ ઊંઘી ગયા છે. ગુજરાતમાં આશરે પાંચ હજાર લોકોને આવી નોટિસ મળી છે.
ઈન્કમટેકસ વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર આકારણી અધિકારીઓ પર આ વર્ષે ચાલુ કેસની આકારણી વહેલી પૂરી કરવાનું દબાણ અને ઓછો સ્ટાફ આ માટે કારણભૂત છે તેથી નોન રિટર્ન ફાઈલ‌ર્સનું ફોલોઅપ થઈ શકયું નથી. એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન અને કેટલાક બેકિંગ અને અન્ય વ્યવહારોના આધારે રિટર્ન ફાઈલ ના કરનારા લોકોનો એક ડેટા દિલ્હીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ ડેટા આકારણી અધિકારીને મોકલી તેના માટે એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી અને આવા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા માટે પત્ર લખવા કહેવાયું હતું. ગુજરાતમાં અલગ અલગ ફિલ્ડ ઓફિસમાંથી આશરે પાંચ હજાર આવા પત્રો ગયા છે. સીબીડીટીના નિર્દેશ મુજબ જો આ પત્ર સરનામા પર ના પહોંચ્યો હોઈ અન્ય સરનામા પર પ્રયાસ કરવો અથવા ત્યાં ઈન્સ્પેકટર મોકલીને નવું સરનામું શોધવાનું રહેશે. જો રિટર્ન આવ્યું હોઈ તો તેની માહિ‌તી સિસ્ટમમાં કેપ્ચર કરવાની રહેશે અને પેપર રિટર્ન ફાઈલ કર્યુ હોઈ તો તેની વિગતો પણ ભરવાની રહેશે. જો બધા પ્રયાસના અંતે આવા કરદાતાને શોધવામાં આકારણી અધિકારી નિષ્ફળ જાય તો તેની નોંધ પણ તેમણે મૂકવાની હતી. જો કે અન્ય કામના ભારણ વચ્ચે પાંચ હજાર કરદાતાઓને પ્રથમ નોટિસ મળી પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ શકી નથી.
-------- સાચા કરદાતાઓને અન્યાય
નોન રિટર્ન ફાઈલ‌ર્સને શોધવાની પ્રક્રિયા પૂરી ના થવાથી જે લોકો જેન્યુઈનલી રિટર્ન અને ટેકસ ભરે છે તેવા કરદાતાઓને અન્યાય થાય છે. આ ઉપરાંત કરદાતાના જે વ્યવહાર અંગે નોટિસ નીકળી હોઈ તેની વિગતો પણ નોટિસમાં લખાવી જોઈએ.’ જૈનિક વકીલ, ચા‌ર્ટ‌ર્ડ‌ એકાઉન્ટન્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો