તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બ્લેકબો‌ર્ડ‌ પર દાખલો ગણવા ઊભી કરી કુચેષ્ટા કરતાં પોલીસ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેકબો‌ર્ડ‌ પર દાખલો ગણવા ઊભી કરી કુચેષ્ટા કરતાં પોલીસ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

વેજલપુરમાં ખાનગી ક્લાસીસના શિક્ષકે ટયૂશનમાં આવતી ધો.૧૦ની વિદ્યાર્થિ‌નીને શારીરિક અડપલાં કરતા ભારે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિ‌નીની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

જુહાપુરા સ્થિત સોનલ સિનેમા રોડ પર આવેલા ટીચ‌ર્સ સોસાયટીમાં રહેતા શાહનવાઝ ઈકબાલ અલી સૈયદ ((ઉં,૪૭))પોતાના ઘરે જ મેથ્સ મેજિકના નામે ટયૂશન કલાસીસ ધરાવે છે.ગણિત વિષયના શિક્ષક શાહનવાઝને ત્યાં સંખ્યાબંધ છાત્રો બેચ પ્રમાણે આવે છે. બુધવારે સવારે નવ વાગ્યાની બેચમાં ધોરણ.૧૦ ની બેચની જુહાપુરામાં જ રહેતી એક વિદ્યાર્થિ‌ની સમય કરતા વહેલા કલાસીસમાં આવી ગઈ હતી. શાહનવાઝ સૈયદે તેને ગણિતનો એક દાખલો શીખવ્યો હતો. શિખવાડેલો દાખલો પુન: બ્લેકબો‌ર્ડ‌ પર ગણવા માટે શિક્ષકે સૂચના આપી વિદ્યાર્થિ‌ની બો‌ર્ડ‌ પર દાખલો ગણી રહી હતી. બરાબર આ સમયે શિક્ષકે વિદ્યાર્થિ‌ની પર દાનત બગાડી પાછળથી વિદ્યાર્થિ‌નીને શારીરિક અડપલાં કર્યા હતાં. શિક્ષકની આ હરકતથી ગભરાયેલી વિદ્યાર્થિ‌ની રડતી રડતી ઘરે પહોંચી હતી. ગુમસુમ રહેતાં તેના માતા-પિતાએ પૃચ્છા કરી હતી. જો કે, થોડો સમય વિદ્યાર્થિ‌નીએ કંઈ પણ વર્ણવ્યું ન હતું. પરંતુ પછીથી શિક્ષકની હરકતો વર્ણવતા માતા-પિતા ચોંકી ઊઠયા હતા. મોડી સાંજે જ વાલી વેજલપુર પોલીસમથકે પહોંચ્યા હતા. જો કે, ગઈકાલે ફરિયાદ દાખલ થઈ ન હતી.જો કે, વેજલપુર પોલીસે સ્થિતિનો તાગ મેળવી લઈ શિક્ષક શાહનવાઝ સામે અટકાયતી પગલા લીધા હતા. દરમિયાનમાં શુક્રવારે સવારે સ્થાનિક લોકોને પણ ઘટનાની જાણ થઈ હતી.જેને પગલે સોસાયટીના દરેક સભ્યો વિદ્યાર્થિ‌ની અને તેના પરિવાર સાથે વેજલપુર પોલીસમથકે પહોંચ્યા હતા. અને શિક્ષક સામે છેડતી અને ચિલ્ડ્રન પ્રોટેકશન એક્ટની કલમ અનુસાર ગુનો નોંધ્યો હતો. વેજલપુર પોલીસે શિક્ષક શાહનવાઝની ધરપકડ કરી હતી.

બોકસ...

વિદ્યાર્થિ‌ની એકલી હતી ત્યારે છેડતી કરી

વેજલપુર પોલીસમથકના પી.આઈ. કે.આઈ.મોદીએ દિવ્ય ભાસ્કર’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિ‌નીની ફરિયાદના આધારે શિક્ષક શાહનવાઝ સૈયદની ધરપકડ કરી છે. ગઈકાલે સવારે વિદ્યાર્થિ‌ની ટયૂશનના સમય કરતા પહેલા એકલી ગઈ ત્યારે બો‌ર્ડ‌ પર દાખલો ગણવા ઊભી કરવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતા. ગુરુવારે રાત્રે શિક્ષકના અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો