તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમદાવાદનું તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદનું તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
રાજ્યમાં અને ખાસકરીને અમદાવાદના તાપમાનમાં ગુરુવારે સવારે વાદળછાયું વાતાવરણ સર્જા‍યું હતું જેના કારણે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. બીજી બાજુ બુધવારની સરખામણીમાં ગુરુવારે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જેના કારણે ઠંડીનો ચમકારો રહ્યો હતો.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સર્જા‍યેલું અપર એર સરકયુલેશન રાજસ્થાન તરફ આગળ વધતાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧પ.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું.જ્યારે સૌથી ઠંડાગાર રહેતા નલિયામાં લઘુતમ તાપમાન ૧૨.૭ ડિગ્રી નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો