તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કારંજમાંથી ૮ માસના બાળકનું અપહરણ કરનારી મહિ‌લા ઝડપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારંજમાંથી ૮ માસના બાળકનું અપહરણ કરનારી મહિ‌લા ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
કારંજમાં ફૂટપાથ પર રહેતાં શ્રમિક દંપતીના આઠ માસના બાળકનું અપહરણ કરી જનારી મહિ‌લાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે.
ક્રાઇમ બ્રાંચના પીઆઈ એસ. આર. ટંડેલ અને પીએસઆઈ પી. બી. દેસાઈની ટીમ ગુરુવારે સરખેજના ઉજાલા સર્કલ પાસેથી આરીફા ઉર્ફે મીના ખોડાભાઈ મકવાણા ((કોળી પટેલ))ને એક બાળક સાથે શંકાસ્પદ સ્થિતિમાં પકડી ક્રાઇમ બ્રાંચ લાવી હતી. બીજી તરફ ચાર દિવસ પહેલાં પોતાના બાળકના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવનારા અલી અહેમદ શેખ અને તેમનાં પત્ની મદીનાએ આ બાળક પોતાનું હોવાનું જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચના એસીપી કે. એન. પટેલે જણાવ્યું હતું કે, બાળખની ખરાઈ થઈ ગયા બાદ પુન: આરીફાની ઊલટ તપાસ કરાતાં તેણે ગત ૨૩મીએ સાંજે સાડા પાંચ વાગ્યે લાલ દરવાજામાં અખડાનંદ હોસ્પિટલ પાસેની ફૂટપાથ પરથી બાળકનું અપહરણ કરી લીધું હોવાનું કબૂલ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે, છેલ્લાં પાંચ વર્ષથી પરિચિત રિક્ષાચાલક મકસુદ છીપાએ સંતાન ન હોવાથી બાળક લાવી આપવા રોકડમાં સોદો કર્યો હતો. ૨પ દિવસ પહેલાં થયેલા સોદા પ્રમાણે આરીફાએ બાળકનું અપહરણ કર્યું હતું. ક્રાઇમ બ્રાંચે મકસુદની પણ શોધખોળ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો