તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓઢવના અંબિકાનગરમાં સુપર હાઇસ્કૂલ અને સંધ્યા આરતી ગ્રૂપ દ્વારા પ૧ કિલો ઘીમાંથી બાબા અમરનાથની પ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઢવના અંબિકાનગરમાં સુપર હાઇસ્કૂલ અને સંધ્યા આરતી ગ્રૂપ દ્વારા પ૧ કિલો ઘીમાંથી બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવી હતી. તેની ફરતે ૧૧૧ ફૂટ લાંબી બરફની દીવાલ બનાવાઇ હતી. ૬૩ ચોરસ ફૂટ કલરિંગ બરફમાંથી સુંદર પ્રતિકૃતિ તૈયાર કરાઇ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

શહેરના સીટીએમ વિસ્તારમાં અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા સાંઈ બાબા મંદિરમાં ગુરુવારે સવારથી ભક્તોની ભીડ વચ્ચે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંઈબાબાની મૂર્તિ‌માં શિવજીની જટા બનાવીને તેમાં દૂધ અને ભાંગ સાથે ઓમ્ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદ સાથે ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો તેમ મંદિરના ટ્રસ્ટી દીપક ગોસ્વામીએ જણાવ્યું હતું. આ ઉપરાંત જમાલપુર ખાતેના જગન્નાથજી મંદિરમાં શિવરાત્રી નિમિત્તે સવારે ૮.૩૦ કલાકે ભવ્ય રૂદ્રાભિષેક પૂજા કરવામાં આવી હતી. આ સમયે શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો