તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સેઝ’ અને સર’ની સુનામીમાં કેટલા ખેડૂતો હોમાશે?આ છે ગુજરાતનું બાવળિયાળી ગામ ! ગુજરાત પેટર્ન’માં બ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેઝ’ અને સર’ની સુનામીમાં કેટલા ખેડૂતો હોમાશે?આ છે ગુજરાતનું બાવળિયાળી ગામ ! ગુજરાત પેટર્ન’માં બરબાદ કરાઇ રહેલા ગામડાની વીતક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પણે ઉદારીકરણ ઢબના વિકાસ પાછળ આંખમીંચીને સ્થળ, સ્થિતિ, જમીન, ખેતી, ખેડૂત, પર્યાવરણની જરા સરખીય પરવા કર્યા વગર દોટ મૂકી છે. ધોલેરા સર’ આવા વિકાસનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાનું ભાલમાં આવેલું અંદાજે ૨૭૦૦ની વસ્તીનું ગામ જેવી છે, તેવી પણ, ખેતીનું પાણી મળે તો લીલીછમ થઇ જાય એવી જમીનના આધારે વરસોથી જીવે છે. સૌરાષ્ટ્રના ભરવાડોના ર્તીથ સમું મંદિર અહીં છે. આવડું મોટું ગામ ખાડીના કાંઠે વસ્યું છે.
૧૯૦૦ નાના મોટા ખેડૂત ખાતેદારો ખેતીના આધારે જીવી રહ્યાં છે. ગામની હદપર વિશ્વવિખ્યાત કાળિયારનાં રાષ્ટ્રીય અભયારણ્ય છે. અમદાવાદથી ધોળકા,ધોલેરા થઇ જતાં રાજ્યધોરી માર્ગ પર ગામ વસ્યું છે. એક વહેલી સવારે ગામને જાણ થઇ કે ધોલેરા સર’ નામની સર’ એટલે સ્પેશિયલ રિજન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ યોજનામાં એમનું ગામ છે. રાજ્ય સરકારે એને માટે ઓથોરિટી રચી છે. સેંકડો ચોરસ કિ.મી. વિસ્તારમાં વિકસનાર આ સર’ ૨૨ ગામોની જમીન ઉપર આવી રહી છે. પણ એમાં ખેડૂતને કોઇ સ્થાન નથી. ઓથોરિટી અધિકારીઓ અને ઉદ્યોગોની મીલીભગત છે. ગામનો રકબો’ એટલે ગામતળ, તળાવ, સરકારી રસ્તા, ખળાવાડ, સ્મશાન, ગૌચર વિગેરેને આવરી લેતી જમીનને મહેસૂલવિભાગ રકબો’ ગણે છે. ૧૦૦ વરસ પહેલાં તૈયાર કરાયેલા રકબામાં ૨૭૨૧૮ વીઘા જમીન ખેડવા લાયક જમીન તરીકે વર્ગીકૃત કરાઇ છે.
આજથી બરાબર ત્રણ વરસ પહેલાં, ગુજરાત સરકારના મહેસૂલવિભાગના ઠરાવ ક્રમાંક જમીન - ઇન્ડસ્ટી્ર ૧૬૧૦-૪૦૩૩-અ-૧ના તા. ૧૨-૧-૨૦૧૧થી ધંધૂકા અને બરવાળા તાલુકાનાં ૨૨ ગામોની જમીન ૨૮પ૦૨-૮૯-૩૦ હેક્ટર જમીન ચોરસ મીટરે રૂ. ૨૦ના ભાવે સર ઓથોરિટી’ ને તબદીલ કરી છે. આમાં પહેલું ગામ બાવળિયાળી છે. જેની ૮૦૭૭-૮૮-પ૭ હેકટર જમીન રૂ. ૨૦ ચો. મીટરના ભાવે કલમના એક જ ઘોદે વેચી નંખાઇ છે. બાવળિયાળી ગામની કુલ ૭૧૬પ૬ વીઘામાંથી ૧૨-૦૧-૧૧ના હુકમથી સરકારી માની પ૦૪૮૮ વીઘા વેચાઇ ગઇ છે. સરકારની પોતાની સ્થાપિત નીતિ અને સુપ્રીમ કો‌ર્ટના ચુકાદાઓ મુજબ ખાનગી અને સરકારી તળાવ, નદીઓ, દરિયાની ખાડીઓ ાૂઞ્ર્‍ચ્ ઇગ્ૈૌર્‍જ્’ છે એને મૂળ સ્વરૂપે જાળવી રાખવાના હોય છે. સરકારી તળાવોને બાજુએ મૂકીએ તો રાજ્ય સરકારના ખર્ચે અને પ્રર્વતમાન નીતિ મુજબ એકલા બાવળિયાળીમાં બસો તળાવ છે. આના પાણીથી અત્યારે ખેતી થાય છે.
સરકારી જમીનમાંની મહેસૂલવિભાગે સર’ને વેચ્યા પછી બાકી રહેલી ૨૧૧૬૮ વીઘા જમીનમાં ગામના સર્વે નંબર ૩૧૪ પૈકી ૮પ૦ વીઘા ગૌચર સહિ‌ત નીચેની જમીનનો પણ સમાવેશ થાય છે; ૪૨ વીઘાનું ગામ તળાવ, ૧૬ વીઘાનું રાજપુર ગામનું તળાવ અને ૧પ૦ વીઘાની ખળવાડ. આ ઉપરાંત ગામમાં બે ગણોત સહકારી મંડળીઓ છે. હવે ધોલેરા સર’માં ખેડૂતોની માલિકીના જમીનના પ૦ ટકા ટીપી સ્કીમમાં લેવાનો નિયમ હોવાથી ગામના રેવેન્યુ રેક‌ર્ડ‌ પ્રમાણે ૭૧૬પ૬ વીઘા જમીનમાંથી ખેડૂતોની માલિકીની બચેલી ૨૧૧૬૮ વીઘામાંથી પચાસ ટકા જતા માત્ર ૧૦પ૮૪ વીઘા બચશે. જે ખેતી અને સાર્વજનિક ઉપયોગ માટે વાપરી શકાશે.
કાગળ પરનું આયોજન એવું છે કે, મહેસૂલવિભાગે ફાળવેલી જમીનમાં, ૩પ૦૦ એક જમીન ત્રણ વરસથી પડતર હોવાને કારણે સરકાર દાખલ કરાઇ અને જમીનના હકદાર ખેડૂતોનાં નામો એકતરફી રીતે કમી કરાયા તે અંગેના કેસની કાર્યવાહી બાકી છે તે જમીન પણસર’ ને વેચી દેવાઇ છે. ટીપી સ્કીમના નિયમ મુજબ ખેડૂતની પ૦ ટકા જમીન લીધા પછી એટલી જ જમીનના પ્લોટ ખેડૂતને ફાળવવા પડે છે. આ ફાળવણીમાં આગેવાન ખેડૂત પ્રદ્યુમનસિંહ ચુડાસમાને એની જમીનના બદલામાં ફાળવેલી જમીન તો દરિયામાં છે. આવી ફાળવણી તો સંખ્યાબંધ ખેડૂતોને કરાઇ છે.
સર’ના કારણે હવે બાવળિયાળીના ખેડૂત પાસે સરેરાશ ૧૧.૧૪ વીઘા જમીન આવે છે. બાકી માટે એ બધાએ દરિયામાં ખેતી કરવા જળ સમાધિ લેવી પડે. આ વિસ્તારમાં નર્મદાના પાણી મૂળ યોજના પ્રમાણે આવવાના હતા, તૈયારી થઇ ગયેલી પણ પછી, સર’ યોજના આવી એટલો વિસ્તાર ડી -કમાન્ડ કર્યો. પણ યોજનાની લોક સુનાવણી સમયે જાહેર થયું કે, નર્મદાના પાણી મળવાના છે. ડી - કમાન્ડનો નિર્ણય રદ્દ થયો છે. બાવળિયાળી પાસેનું માંડવીપુર ગામ આખું દરિયામાં ધોવાઇ ગયું છે. ૧પ૮૨૦ વીઘા જમીન બાવળિયાળીના જમીનમાં ભેળવી દેવાઇ છે. સારું છે કે આ જમીનનું વેચાણ નથી કરાયું. નહીં તો ૧પ૨૦ વીઘા દરિયો સર’ને અપાઇ જાત. ધોલેરા સર’ નો વિકાસ દસ દસ વરસના બે તબક્કામાં કરવાનું જાહેર થયું છે. એટલે ખેડૂતોને ટીપી સ્કીમમાં લેવાયેલી પ૦ ટકા જમીનનાં નાણાં ૨૦ વરસ પછી ૨૦૧૧ની જંત્રી પ્રમાણે મળશે. સમગ્ર પ્રક્રિયા આખરે પરિણામ તો સુનામી જેવું જ લાવશે. આપણને ખેડૂતોને ભોગે વિકાસ કરવાનું બહુ ફાવી ગયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો