તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નિકાસકારોની ધીમી લેવાલીથી કપાસ વાયદા હાજરમાં કડાકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકાસકારોની ધીમી લેવાલીથી કપાસ વાયદા-હાજરમાં કડાકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
મિલ‌ર્સ અને નિકાસકારોની ધીમી લેવાલી અને વિશ્વબજારમાં જોવાયેલા કડાકા પાછળ આજે સ્થાનિક વાયદા અને હાજરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સુરેન્દ્રનગર કલ્યાણ કપાસ વાયદામાં મંદીની સર્કિટ લાગી હતી જયારે કપાસમાં મણદીઠ રૂ.૧૦ અને રૂ બજારમાં રૂ.૩૦૦-૪૦૦નો ઘટાડો હતો. સૌરાષ્ટ્રમાં ૧.૨પ લાખ મણ, ગુજરાતમાં પપ,૦૦૦ ગાંસડી અને દેશમાં ૧.૭પ-૧.૮૦ લાખ ગાંસડી કપાસની આવક હતી. રાજકોટ ખાતે ૧૨,૦૦૦-૧૩,૦૦૦ મણ આવક-ભાવ રૂ.૧૦ ઘટી રૂ.૧૦૩૦-૧૦૬પ હતો. ગામડાના કપાસના રૂ.૧૦પ૦-૧૦પ૨ અને જિન ડિલિવરીના રૂ.૧૦૭૦-૧૦૭પ થયા હતા. રૂ બજાર ખાંડીદીઠ રૂ.૩૦૦-૪૦૦ ઘટી રૂ.૪૨,૩૦૦-૪૨,પ૦૦ની સપાટીએ જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર કપાસ વાયદો સવારે ૧૦૩૨.પ૦ ખૂલીને ત્યાર બાદ ઘટીને ૧૦૨૩ ના મથાળે બંધ આવ્યો હતો. વિશ્વબજારમાં પામ અને સોયામાં જોવાયેલા સુધારા પાછળ કપાસિયા તેલમાં રૂ.૧૦નો ભાવવધારો જોવા મળ્યો હતો જયારે અન્ય તેલમાં એકંદરે સ્થિરતા હતી. સ્થાનિકમાં સિંગતેલમાં ૩૦-૩પ ટેન્કર અને કપાસિયા તેલમાં ૭૦-૮૦ ટેન્કરના કામકાજ હતા. કપાસિયા વોશ રૂ.પાંચ વધી રૂ.૬૧પ-૬૧૮, કપાસિયા ટીન રૂ.૧૦ વધી રૂ.૧૧૦૦-૧૧૧૦ અને અમદાવાદ કપાસિયા નવા ટીન રૂ.૧૧૩૦-૧૧૭૦ની સપાટીએ હતું. સિંગતેલ લુઝ રૂ.૭૩પ-૭૪૦, તેલિયા રૂ.૧૧પ૦-૧૧પ૧, અમદાવાદ લેબલ ટીન રૂ.૧૩૦૦-૧૩૬૦ અને પામોલિન રૂ.૧૦૦૦ના ભાવે જોવા મળ્યું હતું. રાજકોટ ખાતે રૂ.૬પ૦-૬૮૦ તેમજ જામનગર ખાતે રૂ.૬પ૦-૭૦૦ના ભાવે મગફળીના કામકાજ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો