તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ર્કોપોરેટ્સમાં સાવચેતી છતાં વૃદ્ધિનો આશાવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ર્કોપોરેટ્સમાં સાવચેતી છતાં વૃદ્ધિનો આશાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
વૈશ્વિક ડામાડોળ આર્થિ‌ક સ્થિતિ અને ઘરઆંગણે સામાન્ય ચૂંટણીઓ પૂર્વે ર્કોપોરેટ ઇન્ડિયામાં સાવચેતી પ્રવર્તી રહી છે. પરંતુ દેશનો આર્થિ‌ક વૃદ્ધિદર જળવાઇ રહેવાનો આશાવાદ અકબંધ રહ્યો હોવાનું ડન એન્ડ બ્રાડસ્ટ્રીટના લિન્ર્‍ાંગ સોલ્યુસન્સ ડિરેક્ટર પ્રીતા મિશ્રાએ જણાવ્યું હતું. સ્ટેટ બેન્ક અને ડી એન્ડ બીના ઉપક્રમે યોજાયેલા ફાઇના. ઇન્કલુસન કોન્ક્લેવ-૨૦૧૪માં ભાગ લેવા આવેલા પ્રીતા મિશ્રાએ જણાવ્યું કે, એમએસએમઇ સેક્ટરને બેન્કો તરફથી લોન મળવામાં ઉદાસિનતા અંગે ફરીયાદો વધી રહી છે. પરંતુ સાથે સાથે મોટાભાગના ઉદ્યોગ સાહસિકો સલાહના આધારે ટેક્સ સેવિંગ્સના નામે નીચો નફો દર્શાવવા ઉપરાંત જરૂરી દસ્તાવેજો પુરાં નહિં પાડતા હોવાથી તેઓ લોન મેળવવાની યોગ્યતા પૂરવાર કરવામાં નિષ્ફળ જતાં હોય છે. આ પ્રસંગે આરબીઆઇના રિજિયોનલ ડિરેક્ટર સુદર્શન સેને જણાવ્યું કે, ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં રહેલી વ્યવસાય તકોને ઝડપવા માટે બેન્ક‌ર્સમાં ફાઇ. ઇન્ક્લુઝનનું ખૂબજ મહત્ત્વ હોય છે.
ગુજરાતમાં મહિ‌લાઓને આર્થિ‌ક સદ્ધર બનાવવા માટે મહિ‌લા સેવા સહકારી બેન્કે વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ. ૧૦૦ કરોડની લોન ફાળવી હતી. આ રકમ ચાલુ વર્ષાન્તે રૂ. ૧પ૦ કરોડે પહોંચશે તેવું બેન્કના એમડી જયશ્રી
વ્યાસે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ આરબીઆઇએ
રાજ્યમાં વધુ શાખાઓ ખોલવા માટે
મંજૂરી આપી છે. ગુજરાતમાં હાલમાં ૧૦ બ્રાન્ચ છે તે વધારવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રૂપે કા‌ર્ડ‌ પણ ટૂંક સમયમાં લોન્ચ કરી રહ્યા છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો