• Gujarati News
  • પત્ની સાથે આડા સંબંધ મુદ્દે નાના ભાઈ પર મોટા ભાઈએ ગોળીબાર કરાવ્યો

પત્ની સાથે આડા સંબંધ મુદ્દે નાના ભાઈ પર મોટા ભાઈએ ગોળીબાર કરાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

મેઘાણીનગરમાં ગત વર્ષે કુરિયર લેવાના બહાને સિક્યુરિટી ગા‌ર્ડ‌ને ગોળી મારી જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની સિવિલ હોસ્પિટલ પાસેથી ધરપકડ કરી લીધી છે. મ‌ર્ડ‌ર કેસમાં પત્ની સાથે આડા સંબંધ ધરાવતા નાના ભાઈ પર મોટાભાઈએ ગોળીબાર કરાવ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૬ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ વહેલી સવારે કુરિયર લેવાના બહાને સિક્યુરિટી ગા‌ર્ડ‌ ગોળીબાર કરી જીવલેણ હુમલો કરાયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન સિવિલ હોસ્પિટલના ગેટ નં-૨ પાસેથી મેઘાણીનગર ફાયરિંગ કેસમાં શંકાસ્પદ આરોપી સુનિલ રામગણેશ તિવારી ((૩૦,રહે-પુષ્પાનગર,મેઘાણીનગર)) અને તેનો સાથીદાર સંતોષસિંહ શેરસિંહ ચૌહાણ ((૩૨,શિવાજીનગર,મેઘાણીનગર))ની અટકાયત કરી સઘન પૂછપરછ કરી હતી. જેમાં સુનિલ તિવારીએ મેઘાણીનગર ફાયરિંગ કેસમાં ફરિયાદી રેખાબેન પત્ની અને ઈજા પામનારા અનિલ રામગણેશ તિવારી મોટો ભાઈ હોવાનું જણાવ્યું હતું. સુનિલે વધુમાં જણાવ્યું હતું કે, પત્ની રેખા અને નાના ભાઈ અનિલ વચ્ચે આડા-સંબંધોની મને ખબર પડી ગઈ હતી. જે અંગે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. પરંતુ આ અંગે કોઈ નિરાકરણ ન આવતા આખરે સુનિલે નાના ભાઈને પતાવવા પોતાનો મિત્ર તેમજ અનેક ગુનામાં જેલવાસ ભોગવી આવેલો આરોપી સંતોષસિંહનો સંપર્ક સાધ્યો હતો.

નાના ભાઈનું ખૂન કરાવવા મોટા ભાઈ સુનિલે પોતાની પાસે રહેલો દેશી તમંચો સંતોષસિંહને આપ્યો હતો. દરમિયાન ૧પ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સંતોષસિંહે મોબાઈલથી અનિલ તિવારીને ફોન કરી તમારા પિતાજીનું કુરિયર આવ્યું છે, તે ક્યારે આપવા આવું તે અંગે વાત કરી હતી. જે બાદ સંતોષસિંહે ફરી ફોન કરી અનિલને બીજા દિવસે ૧૬ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઘર બહાર કુરિયર લેવા બોલાવ્યો હતો. દરમિયાન સંતોષસિંહે તમંચા વડે અનિલના પીઠના ભાગે ગોળી મારી ફરાર થઈ ગયો હતો.

બોક્સ - તમંચો તળાવમાં ફંેકી દીધો

ફાયરિંગ કરનારો સંતોષસિંહ ગોળીબાર કરીને તુરંત મોટા ચિલોડા ખાતે રહેતો મિત્ર ઉદયરાજ આશુરાજજી રાવના ઘરે પહોંચી ગયો હતો. તેમજ મિત્રને તમંચો સોંપી દઈને સંતોષસિંહ જતો રહ્યો હતો. ઉદયરાજે ફાયરિંગમાં વપરાયેલા તમંચાના ટુકડા કરી તળાવમાં ફેંકી દીધા હતા. જ્યારે તમંચાનો હાથો પોતાના ઘરમાં જ રાખ્યો હતો. જે ક્રાઈમ બ્રાન્ચે ઉદયરાજના ઘરેથી કબજે કર્યો હતો.