તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓઓ)): હેડિંગ: નર્મદા ડેમ મામલે કોંગ્રેસના સભ્યોનો વોકઆઉટૃચ્ ’કેપ: સત્ર પૂરું થવાની થોડી મિનિટો પહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઓ)):- હેડિંગ: નર્મદા ડેમ મામલે કોંગ્રેસના સભ્યોનો વોકઆઉટૃચ્/’કેપ: સત્ર પૂરું થવાની થોડી મિનિટો પહેલા જ વિપક્ષી સભ્યો ગૃહ છોડી ગયાૃચ્/’સબ હેડિંગ: છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારની ટીકા મામલે ભાજપ-કોંગ્રેસ આમને સામને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવમાં નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી મામલે કેન્દ્ર સરકારને વિનંતી કરવા અંગેની ચર્ચા દરમિયાન આ સમગ્ર પ્રકરણને રાજકીય હેતુથી ચર્ચામાં લાવવામાં આવ્યું હોવાનો અને કેન્દ્ર સરકાર સામે ટીકા કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને સત્ર સમાપ્ત થવાની ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે કોંગ્રેસના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.
પ્રસ્તાવ દાખલ કરતા પહેલા જ કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂત દ્વારા પોઇન્ટ ઓફ ઓ‌ર્ડ‌ર ઉઠાવીને કેન્દ્ર સરકારની ટીકા ગૃહમાં થઇ શકે નહીં તેથી પ્રસ્તાવ દાખલ નહીં કરવાની માંગણી કરી હતી. જેની સામે મંત્રી નીતિન પટેલે આ મુદ્દે રાજ્યના હિ‌તને વિપરીત અસર થતી હોવાથી આ બાબતની ચર્ચા કરવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. અધ્યક્ષ વજુભાઇ વાળાએ રૂલિંગ આપતા કહ્યું હતું કે, આ મુદ્દે ગૃહ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી ઝડપથી અપાય તે માટે કેન્દ્ર સરકારને વિનંતી કરે છે તેવો ઠરાવ કરવાનો છે તેથી કેન્દ્ર સરકાર કે કોઇ મંત્રીની ટીકા ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો. રૂલિંગ બાદ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા સામે આક્ષેપોનો મારો ચલાવાયો હતો. આખરે કોંગ્રેસના સભ્યો ગૃહ છોડીને ચાલ્યા જતાં આ પ્રસ્તાવને તેમની ગેરહાજરીમાં મંજૂર કરવામાં આવ્યો હતો.
બોક્સ:૧: પ્રસ્તાવ શું હતો?
ભાજપના ધારાસભ્ય બચુભાઇ ખાબડે રજૂ કરેલા છેલ્લા દિવસના પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, નર્મદા બંધના દરવાજા મૂકવાની અને ઊંચાઇ વધારવાની કામગીરી માટે કેન્દ્ર સરકારની મંજૂરીમાં થઇ રહેલા વિલંબને કારણે ગુજરાતને વાર્ષિ‌ક ૩૭૮૮ કરોડનો બોજો સહન કરવો પડે છે. કેન્દ્ર સરકાર હસ્તકની નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી ડેમ ઉપર દરવાજા મૂકવા સહિ‌તની કામગીરીની મંજૂરી માટે કેન્દ્ર સરકારને અનુરોધ કરવા ગૃહ ચર્ચા કરે.
બોક્સ:૨: નર્મદા માટેના એક ઠરાવમાં પણ કોંગ્રેસને પેટમાં દુ:ખે છે:નીતિન પટેલ
છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની પરંપરા છે કે, રાજ્યનું હિ‌ત હોય ત્યારે રાજકારણને બાજુમાં રખાયું છે. ચિમનભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે મેઘા પાટકરની સામે અમે બધા કેવડિયા ગયા હતા અને સંઘ શક્તિનું પ્રદર્શન કર્યુ હતું. જ્યારે ગુજરાતના હિ‌તમાં નર્મદા ડેમ માટેના એક ઠરાવમાં પણ કોંગ્રેસને પેટમાં દુ:ખે છે અને વાંધા વચકા કાઢે છે. અહેમદ પટેલ સહિ‌તના કોંગ્રેસના નેતાઓએ દિલ્હી જઇ સોનિયા ગાંધી અને મનમોહન સિંહને રજૂઆત કરી હતી કે નર્મદા યોજનાને મંજૂરી ન આપશો નહીંતર નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખશે.
બોક્સ:૩: રાજકીય ઇરાદાથી પ્રસ્તાવ લવાયો છે: બલવંતસિંહ
કોંગ્રેસના બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકીય ઇરાદાથી માઇલેજ લેવા માટે અને કેન્દ્ર સરકારને બદનામ કરવા માટે આ પ્રસ્તાવ ગૃહમાં લવાયો હતો. રાજ્ય સરકારને ચિંતા હોત તો નહેરોના કામમાં વિલંબ કેમ કર્યો?, રાજ્ય સરકાર દ્વારા હજુ ડિસેમ્બરમાં ૩૪ લોકોનું પુન:વસનનું કામ પૂરું કર્યુ છે. અન્ય રાજ્યોમાં પણ આ કામ પૂર્ણ થાય તો જ મંજૂરી મળી શકે તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો